Vishesh News »

વાપી હાઈવે પર કન્ટેનર ઍડફટે ઍકટીવા ચાલક યુવાનનું મોત

(દમણગંગા ટાઈમ્સ પ્રતિનિધિ) વાપી, તા. ૦૮ ઃ વાપીના હાઇવે યુપીઍલ બ્રિજ સર્વિસ રોડ ઉપર થી પસાર થતાં ચણોદના યુવાનની ઍકટીવા મોપેડને પાછળથી કન્ટેનરે ટક્કર મારી રોડ પર પડી જતા તેના ઉપરથી ટાયર ચડી જતા માથામાં તથા શરીરે ગંભીર ઈજા થતાં તેનો ઘટના સ્થળે જ મોત થયું હતું. પોલીસ સૂત્રો દ્વારા મળતી માહિતી મુજબ વાપીના ચણોદગામે આવેલ સાગ ફળિયાના જે કે ઇન્કવેલ ઍપાર્ટમેન્ટના ફલેટ નંબર ૩૦૧ માં રહેતા દિલીપભાઈ વિજયભાઈ સિંગના પુત્ર મોહિત સિંગ ઉ.વ. ૧૮ તેની માતા સાથે બપોરે ઍક કલાકે ઍકટીવા મોપેડ લઈને વાપી જીઆઇડીસી હાઇવે પાસે આવેલ વાઇબ્રન્ટ શાકભાજી માર્કેટમાં શાકભાજી લેવા માટે ગયા હતા તે દરમિયાન માતા શાકભાજી લઈ રહી હતી. ત્યારે મોહિતસિંગ કોઈ કામસર મોપેડ લઈને જઈ રહ્ના હતો ત્યારે યુપીઍલ હાઇવે બ્રિજ ના સર્વિસ રોડ પરથી ઍકટીવા નંબર જીજે-૧૫-ડીઆર- ૭૧૫૦ લઈને પસાર થઈ રહ્ના હતો. તે દરમિયાન પાછળથી આવતી કન્ટેનર નંબર ડીઍન-૦૯-યુ-૯૩૦૬ના ચાલકે પૂર ઝડપે અને ગફલત રીતે હંકારી ઍકટીવાને અટફેટમાંલઈ ચાલક મોહિતને રસ્તામાં પડી જતા તેના પરથી કન્ટેનર નું ટાયર પસાર થતાં જ તેને માથામાં તથા શરીરે ગંભીર ઈજા થતાં તેનું ઘટના સ્થળે જ મોત થયું હતું. ઘટનાને પગલે તાત્કાલિક વાપી ઉદ્યોગ નગર પોલીસે ઘટના સ્થળે પહોંચી કન્ટેનર ચાલકની અટકાયત કરી વધુ તપાસ વાપી ઉદ્યોગ નગર પોલીસ કરી રહી છે.