Vishesh News »

વલસાડમાં રાજ્યનો મેગા પ્લેસમેન્ટ કેમ્પ યોજાશે

(દમણગંગા ટાઈમ્સ પ્રતિનિધિ) વલસાડ, તા. ૦૮ ઃ દર વર્ષે ગુજરાત રાજ્ય સરકારનો માર્ચ મહિનાની ૧૮ તારીખના રોજ મેગા કેમ્પ થાય છે. ઍ પ્રમાણે દરેક કોલેજોઍ વિદ્યાર્થીઓનું રજીસ્ટ્રેશન તેમજ ઇન્ડસ્ટ્રીયલ રજીસ્ટ્રેશન કરાવવાનું કાર્ય તાત્કાલિક પૂરું કરવા બાબતે પૂર્ણ તૈયારી કરવા માટે સૂચનાઓ આપાય છે. આ બાબતે મેગા કેમ્પ સફળ બનાવવા માટે વધારેમાં વધારે વિદ્યાર્થીઓને પ્લેસમેન્ટ મળે અને વધુમાં વધુ વિદ્યાર્થીઓ પ્લેસમેન્ટમાં જોડાય ઍ માટેના પ્રયત્ન કરવા માટે પ્રિ. ડૉ. ગિરીશકુમાર રાણાઍ જણાવ્યું હતું. ૧૪ કોલેજમાંથી ૧૭૪૦ વિદ્યાર્થીઓનું તેમજ ૧૦૮ ઇન્ડસ્ટ્રીઝનું રજીસ્ટ્રેશન ગુજરાત રાજ્ય પ્લેસમેન્ટ પોર્ટલ માટે થયું હોવાનું જણાવ્યું હતું. આગામી તા.૧૬ મી ફેબ્રુઆરીના રોજ કોમર્સ કોલેજ વલસાડના ઍક્ટીવીટી હોલમાં આ બાબતે દરેક કોલેજના ૬ (છ) અધ્યાપકોને પ્લેસમેન્ટ પ્રક્રિયા માટેની ટ્રેનિંગ આપવામાં આવશે. આ બાબતે જીલ્લાના દરેક આચાર્યોને લેખિત સુચના આપવામાં આવી છે. આ બાબતે ઝોન-૪ના કો ઓર્ડીનેટર તેમજ સહ કો-ઓર્ડીનેટર તેમજ ઍન્જીનીયરીંગ કોલેજ વલસાડના પ્રા. સંદીપભાઈ પટેલ માર્ગદર્શન કરી રહ્ના છે. આ કાર્યમાં કોમર્સ કોલેજ, વલસાડના કો-ઓર્ડીનેટર પ્રા.ઍમ.જી.પટેલ ,અને ડૉ.પારસ શેઠ ખુબ જહેમત ઉઠાવી રહ્ના છે.