Vishesh News »

વાપીમાં દહેજ બાબતે સાસરીયા સામે ફરિયાદ

(દમણગંગા ટાઈમ્સ પ્રતિનિધિ) વાપી, તા. ૦૮ ઃ વાપી ચલાના મહાલક્ષ્મી નગરમાં રહેતી અને ઉપલેટા રાજકોટ ખાતે શિવાંગ ભરતભાઈ ગજેરા સાથે પરણેલ યુવતીને દહેજ માટે વારંવાર માંગણી કરી માનસિક તથા શારીરિક ત્રાસ આપતા આજે વાપી ટાઉન પોલીસ મથકમાં પતિ સાસુ સસરા અને નણંદ સામે ફરિયાદ કરતા પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે. પોલીસ સૂત્રો દ્વારા મળતી માહિતી મુજબ વાપી ચલાના મહાલક્ષ્મી નગરમાં આવેલ સહયોગ પાર્કમાં રહેતા ગીરીશભાઈ ભાનુભાઈ સોજીત્રા ની પુત્રી મહેક ઉ.વ. ૨૮ના તા. ૧-૧૨-૨૦૨૦ના રોજ ઉપલેટા રાજકોટ ખાતે રહેતા અને કેનેડાના ટોરેન્ટોમાં નોકરી કરતા શિવાંગ ભરતભાઈ ગજેરા સાથે લગ્ન થયા હતાં. ત્યારબાદ ફરિયાદી મહેકના પતિ કેનેડા ગયો હતો. ત્યારે તેને ઘરમાં સસરા ભરતભાઈ નારણભાઈ ગજેરા સાસુ મંજુબેન ભરતભાઈ ગજેરા તથા નણંદ ગ્રીવા જીત ચીખલીયા દ્વારા વારંવાર દહેજ ઓછું આપવા અંગે તથા તેને માનસિક તથા શારીરિક ત્રાસ આપી રહ્ના હતાં. જે અંગેની ફરિયાદો તેમણે તેમના માતા-પિતા અને પતિને પણ કરી હતી ત્યારબાદ તા. ૧૩-૧૨-૨૦૨૩ ના રોજ અચાનક તેમનો પતિ શિવાંગ ગજેરા કેનેડાથી ભારત પરત ફરી આવ્યું હતું અને ત્યારબાદ મહેકને જણાવેલ કે આપણે રામાપીર ખાતે દર્શન જોવું છે તેમ કહી રસ્તામાં તેમને તેના મામાના ઘરે ઉતારી કાર ર્પાકિંગ કરવાના બહાને મહેક નો મોબાઇલ ફોન પણ લઈને ઘટના સ્થળેથી ભાગી ગયો હતો. ત્યારબાદ વારંવાર તેમના સાસુ-સસરા અને પતિને ફોન કરતા પણ તેઓ નહીં ઉપાડતા અને તેમને ડાઈવોર્સ આપવાની વાત કરતા આજે વાપી ટાઉન પોલીસ મથકમાં મહેક સોજીત્રા દ્વારા તેમના પતિ શિવાંગ ગજેરા સસરા ભરત ગજેરા, સાસુ મંજુ ગજેરા અને નણંદ જીવા જીત ચીખલીયા વિરુદ્ધ દહેજ માનસિક ત્રાસ આપવા અંગેની વાપી ટાઉન પોલીસ મથકમાં ફરિયાદ કરતા પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.