Vishesh News »

પારડી સ્ટેશન રોડ પર નવી ગટરનું કામ પ્રગતિમાં

(દમણગંગા ટાઈમ્સ પ્રતિનિધિ) પારડી, તા. ૦૮ ઃ પારડીમાં ચાર રસ્તા પાસે પારડી રેલવે સ્ટેશન રોડ પર બંને તરફ આધુનિક તૈયાર ગટર સાથે વલસાડ બાંધકામ વિભાગ દ્વારા નિર્માણ કાર્ય કરવામાં આવી રહ્નાં છે. લાંબા સમયથી ગટરના અભાવે વરસાદી પાણીનો નિકાલ થઈ શકતો ના હતો જે હવે આધુનિક ગટર નિર્માણ થયા બાદ સહેલાઈથી થઈ શકશે. અહીં આધુનિક ગટર નિર્માણ કાર્ય દસ દિવસથી શરૂ કરવી દેવામાં આવ્યું છે. જિલ્લા બાંધકામ વિભાગ દ્વારા પારડી રેલવે સ્ટેશન મુખ્ય રોડ પર બંને તરફ તૈયાર ગટર ઢાંકણા સાથે નિર્માણ કાર્ય કરવામાં આવી રહ્નાં છે. પારડીના ધારાસભ્ય અને નાણામંત્રી કનુભાઈ દેસાઈનો મત વિસ્તાર હોય તેથી હવે પહેલીવાર પારડીમાં નહીં પરંતુ તૈયાર ગટર ઢાંકણા સાથેની નિર્માણ કરવામાં આવી છે. જેનાથી ગટરની સફાઈ પણ સમયસર થઈ શકશે ચેમ્બર પણ બનાવવામાં આવશે. પાણીનો ભરાવો થશે નહીં આધુનિક ગટર નિર્માણ થકી આ વિસ્તારને રાહત મળશે અને વરસાદમાં પાણી નો જમાવડો થશે નહીં અને લોકોનો વરસાદી પાણીથી બચાવ થશે.