Vishesh News »

વાપીના યુવાનની ભારતીય દિવ્યાંગ ક્રિકેટ ટીમમાં પસંદગી

(દમણગંગા ટાઇમ્સ પ્રતિનિધિ) વાપી, તા. ૧૧ઃ ગુજરાત વિકલાંગ ક્રિકેટ ટીમનો ઓપનર અને લેગસ્પીનર બોલરની આગામી તા. ૨૮ જાન્યુઆરીથી ૬ ફેબ્રુઆરી, ૨૦૨૪ સુધી ઈગ્લેન્ડ ખાતે રમાનારી પાંચ ટી ૨૦ ક્રિકેટ ટુર્નામેન્ટ માટે વિકલાંગ ભારતીય ક્રિકેટ ટીમમાં પસંદગી કરવામાં આવી છે. ૨૦ ખેલાડીઓની પસંદગી કરાયા બાદ તા. ૧૪થી ૨૦ જાન્યુ. સુધી નાગપુર ખાતે યોજાનારા કેમ્પમાં અંતિમ ૧૬ ખેલાડીઓની પસંદગી કરાશે. વાપીના આ વિકલાંગ ખેલાડીઍ શેન વોર્નને પોતાના આદર્શ હોવાનું જણાવી ગુજરાતમાંથી માત્ર પોતાની પસંદગી થવા અંગે ખુશી વ્યક્ત કરી ઈગ્લેન્ડ સામે પોતાની તમામ તાકાત લગાવી સુંદર પ્રદર્શનો કરવાની આશા વ્યકત કરી હતી. વાપીના અજીત નગર ખાતે રહેતો રોહન રમેશભાઈ વાઘેલા (ઉ.વ.૨૫) છેલ્લા ૬ વર્ષથી ગુજરાત વિકલાંગ ક્રિકેટ ટીમમાં ઓપનર અને રાઈટામ લેગ સ્પિનર બોલર તરીકે રમી રહ્ના છે. ગુજરાતની ટીમમાંથી સુંદર પ્રદર્શન કરનારા રોહન વાઘેલાની ડીસેબલ ક્રિકેટ કાઉન્સીલ ઓફ ઈન્ડિયા દ્વારા આગામી તા. ૨૮જાન્યુ.થી ૬ ફેબ્રુઆરી સુધી ઈંગ્લેન્ડ સામે રમાનારી પાંચ ટી ૨૦ મેચ માટે જાહેર કરાયેલા ૨૦ ખેલાડીઓની યાદીમાં સમાવેશ કરાયો છે. નાગપુર ખાતે યોજાનારા કેમ્પમાં અંતિમ ૧૬ ખેલાડીઓની પસંદગી કરાશે. વાપીના રોહન વાઘેલાની ભારતીય વિકલાંગ ક્રિકેટ ટીમમાં પસંદગી કરાતા ગુજરાત અને વલસાડ જીલ્લાનું ગૌરવ વધાર્યું છે. ગુજરાતમાંથી ઍક માત્ર ખેલાડી રોહનની પસંદગી કરાઈ છે. ભારતીય વિકલાંગ ક્રિકેટ ટીમના ૨૦ ખેલાડીઓની જાહેર કરાયેલી યાદીમાં સમાયેલા રોહન સાથે થયેલી વાતચીતમા તેણે આનંદવિભોર બની જણાવ્યું કે ઈંગ્લેન્ડ સામે મને ટી ૨૦ મેચ રવાનો મોકો મળશે તો હુ ભારતીય ટીમ માટે મારી તમામ તાકાત લગાવી સુંદર પ્રદર્શન કરીશ. વધુમાં તેણે નડિયાદ ખાતે ટેનિસ ક્રિકેટ ટુર્નામેન્ટમાં કરેલા પ્રદર્શનથી ગુજરાત વિકલાંગ ક્રિકેટ ટીમના કેપ્ટન આસીત જયસ્વાલ ખૂબજ પ્રભાવિ થયા હોવાનું કહી છેલ્લા છ વર્ષથી ગુજરાતની ટીમમાં રમી રહ્ના છે. તેણે ઓક્ટોબર ૨૦૨૩માં ઉદમપુર ખોત રમાયેલી ક્રિકેટ ટુર્નામેન્ટમાં ઉત્તરાખંડ સામે ૪ ઓવરમાં ૬ રન આપી ૫ વિકેટ મેળવી કારકિર્દીનું સૌથી સુંદર પ્રદર્શન કર્યું હતું. આજે નાગપુર પસંદગી અને નેટ પ્રેક્ટિસ કેમ્પમાં રવાના થતા પહેલા રોહન વાઘેલાને વાપી યુવા ભાજપના કાર્યકર્તા પ્રવીણભાઈ પાટીલ તરફથી તેમને બેટ તેમજ કીટ ભેટ આપવામાં આવી હતી સાથે તેઓને ભવિષ્યમાં જરૂર પડીઍ મદદરૂપ થવાની ખાતરી આપી હતી.