Vishesh News »

વાપીમાં રમાઈ મહિલા બ્રિગેડે સંયુકત જયંતિ કાર્યક્રમ યોજયો

(દમણગંગા ટાઈમ્સ પ્રતિનિધિ) વાપી, તા. ૦૮ ઃ રમાઈ મહિલા બ્રિગેડ વાપી, દમણ, સેલવાસ આયોજિત ૭ ફરવરી ૨૦૨૪ ના રોજ ૧૨૬ મી જ્યંતી અને જિજાઈ, સાવિત્રીબાઈ, ફાતિમા શેખની સંયુક્ત જ્યંતી કાર્યક્મ વી આઈ ઍ હોલ વાપી રાખવામાં આવેલ હતી. જેમાં અતિથિ તારીખે સુબચ્ચન રામ આયકર વિભાગ કમિશનર મુંબઈ, રત્નાબેન હોરા વકીલ હાયકોર્ટ ગુજરાત, આર જે પટેલ નિવૃત ડેપ્યુટી કલેકટર, રવજીભાઈ પટેલ, જીતુભાઇ પટેલ વલસાડ, હન્શાબેન પટેલ, લલિતાબેન પટેલ, સારિકા માનભટ ઍ દીપ પ્રગટ કરી કાર્યક્મની સુરવાત કરી ને બુદ્ધ વન્દના ગ્રહણ કરીને રમાબાઈ મહિલા બ્રિગેડના મેમ્બર સ્વાગત ગીત પ્રસ્તુત કરીને અર્થવ પબ્લિક સ્કૂલ, સિદનાથ પબ્લિક સ્કૂલના વિદ્યાર્થીઓ સહિત વાપી દમણ નાના બાળકો પ્રબોધન ગ્રુપ ડાન્સ પ્રસ્તુત કર્યો હતો. ઉપસ્થિત મુખ્ય અતિથિ ઍવું ડો બાબાસાહબ આંબેડકરની વિચારધારા અને રમાઈ, જીજાઉં, સાવિત્રીબાઈ, ફાતિમા શેખ કરેલ કાર્ય ને સ્વીકારી કરીને શિક્ષણ કરીને શિક્ષિત બનીને માનવતા માટે કાર્ય કરવાની હાકલ કરી હતી. આ કાર્યક્રમ સફળ બનાવામાં રમાઈ મહિલા બ્રિગેડ વાપી દમણ, સેલવાસ મેમ્બરોઍ મેહનત કરી હતી. કાર્યક્રમનું સૂત્રસંચાલન ભીમરાવ કટકે, અનિતા ઘોડે, શાલિની તેલંગ ઍ કર્યું હતું.