Vishesh News »

૭ વર્ષ અગાઉ ચીખલીના જવેલર્સમાં ચોરીનો સૂત્રધાર ઝડપાયો

(દમણગંગા ટાઈમ્સ પ્રતિનિધિ) ચીખલી, તા. ૦૮ ઃ ચીખલી પંથકમાં વાહનોથી સતત ધમધમતા રોડ ઉપર આવેલ નાકોડા જ્વેલર્સ ની દુકાનમાં જુલાઈ ૨૦૧૬ ના વર્ષમાં સાંજના સમયે કેટલાક ચોરો દુકાનમાં ઘૂસી જઇ કર્મચારીઓને હથિયાર બતાવી તથા માર મારી સોના ચાંદીના દાગીનાની લૂંટ કરી જાહેર રોડ ઉપરથી ભાગી છૂટ્યા હતા અને લોકો પાછળ દોડે તો તેને પથ્થરો મારી ઝાડી ઝાખડામાં સંતાઈ ગયા હતા. જે બનાવ અંગે ચીખલી પોલીસ મથકમાં જે તે સમયે ફરિયાદ નોંધાઈ હતી જેમાંથી કેટલાક ચોર પકડાઈ ગયા હતા. પરંતુ મુખ્ય સૂત્રધાર શેતાનસિંગ ખેમાભાઈ બારીયા રહે. મહેંદીખેડા પો.ચોકી આંતરવેલીયા થાણા કલ્યાણપુરા તા.જી. જાંબુઆ મધ્ય પ્રદેશ રાજ્ય જે સહ આરોપીઓ સાથે ટોળકી બનાવી નામાંકિત જવેલર્સની દુકાનમાં ધાડ લુંટ પાડવાનું કાવતરું રચી હાથમાં લાકડાના હાથા, કુહાડી, ઝાટકા જેવા ઘાતક હથિયારો તેમજ તેઓને લોકો પકડવા પાછળ દોડે નહીં તે માટે છુટા પથ્થરો ફેંકી તમંચા થી ફાયરિંગ કરી લોકોમાં ભય ઉભો કરી જવેલર્સ માંથી સોના ચાંદીના તથા રોકડા રૂપિયાની લૂંટ કરવાની ઓપરેન્ડી ધરાવતા હોય ત્યારે જાબુંઆ ગૅગની આ ટોળકીઍ સુરત શહેર, સુરત ગ્રામ્ય, વડોદરા ગ્રામ્ય, ચીખલી, રાજસ્થાન તથા મધ્યપ્રદેશ મળી કુલ સાત જેટલી જગ્યાઍ ચોરી કરી હતી. જેમાં ચીખલી ખાતે થયેલ ચોરીનો મુખ્ય સૂત્રધાર શેતાનસિંગ બારીયા જે પકડાવાનો બાકી હોય ત્યારે નવસારી જિલ્લા પોલીસ વડાની સૂચના મુજબ નવસારી ઍલસીબીની અલગ અલગ ટીમોઍ ટેકનિકલ સોર્સ અને આઈ સી જી ઍસ પોર્ટલ ઉપર સર્ચ કરી ગુનાહિત ઇતિહાસ ચકાસી વર્ક આઉટમાં બેંગુ ખાતે આવેલ સબજેલ જી. ચિતોડગઢ રાજસ્થાનમાં હોવાનું બહાર આવતા જેને ટ્રાન્સફર વોરંટના આધારે પકડી લાવી ચીખલી પોલીસને હવાલે કર્યો છે. નાસતા ફરતા આરોપીઓની રિવાઇઝ યાદીમાં શેતાનસિંગ બારીયાના માથે રૂ. ૧૦,૦૦૦ નું ઇનામ પણ રાખવામાં આવ્યું હતું.