Vishesh News »

ચણવઇની પારનો ચેકડેમ સાવ જર્જરીત

(દમણગંગા ટાઈમ્સ પ્રતિનિધિ) વલસાડ, તા. ૭ ઃ વલસાડના અતુલ ચણવાઈગામે પારનદીમાં આશરે ૨૦૦ મીટર લાંબો લાખો રૂપિયાનો બનાવવામાં આવેલો ચેકડેમના અનેક જગ્યાઍ સળિયા બહાર આવી ગયેલા જોવા મળ્યા છે. ઍકદમ નીચે બનાવવામાં આવેલ આર.સી.સી. ફાઉન્ડેશનમાં પણ તિરાડો પડી સળિયા દેખાતા અને બાંધકામ તૂટી ગયું હોવાનું જોવા મળ્યું છે. તાલુકાના અતુલ નજીક આવેલ ચણવાઇ ગામે પાર નદી પસાર થાય છે. આ પાર નદીના વહેતા પાણીને અટકાવવા માટે લાખો રૂપિયાના ખર્ચે અતુલ ચણવઇથી સામેના પારડી સુધી આશરે ૨૦૦ મીટરથી વધુ લાંબો આરસીસી કોન્ક્રીટ ચેકડેમનું લાખ રૂપિયાના ખર્ચે બાંધકામ કરવામાં આવ્યું હતું. પાર નદીમાં બાંધવામાં આવેલો ચેકડેમના કારણે પાણીનો સંગ્રહ થતું હોય છે જેના કારણે આજુબાજુના વિસ્તારના લોકોને અને કંપનીઓને પણ ફાયદો થતો હોય છે. અતુલ પાર નદીમાં કંપનીઓ દ્વારા સંપ અને મોટરો મૂકી પાણી લેવામાં આવે છે. પરંતુ લાખો રૂપિયાના ખર્ચે બનાવવામાં આવેલા ચેકડેમમાં અનેક જગ્યાઍ સળિયા દેખાતા થઈ ગયા છે. તો બીજી ચેકડેમની નીચે બનાવવામાં આવેલ સિમેન્ટ કોંક્રેટનું આરસીસી બાંધકામમાં પણ ઠેર ઠેર તિરાડો પડદા તેમાં પણ સળિયા દેખાતા થઈ ગયા છે. અતુલ ચણવાઈ ગામે પાર નદીમાં બાંધવામાં આવેલ ચેકડેમને સિંચાઇ વિભાગ સ્થળ પર જઈ નિરીક્ષણ કરે તો બાંધકામમાં થયેલો ભ્રષ્ટાચાર જોવા મળે તેમ છે.