Vishesh News »

જીલ્લામાં ૧૭ મહિલા પોલીસકર્મીઅોને ગ્રાન્ટમાંથી ઈનામો અપાશે

(દમણગંગા ટાઈમ્સ પ્રતિનિધિ) વલસાડ, તા. ૭ ઃ વલસાડ જિલ્લામાંથી અપહરણ કે ગુમ થયેલા ૬૦ મહિલા અને પુરુષ તેમજ વીસ બાળકો મળી કુલ ૮૦ વ્યક્તિઓને શોધી કાઢતા વલસાડ જિલ્લા પોલીસ વડાઍ આ કામગીરી કરનારા ૧૭ મહિલા પોલીસ કર્મચારીઓને પોલીસની ગ્રાન્ટમાંથી ઇનામો જાહેર કરતા પોલીસ કર્મચારીઓમાં ખુશીનો માહોલ જોવા મળ્યો હતો. વલસાડ જીલ્લામા મે. પોલીસ અધિક્ષક નાઓઍ ગુમ/અપહ૨ણ થયેલ વ્યકિતઓને શોધી કાઢવા માટે રાખવામાં આવેલ વિશેષ ઝુંબેશ દ૨મ્યાન જાન્યુઆરી ૨૦૨૪ માં ફકત ઍક જ માસમાં ગુમ/અપહ૨ણ થયેલ બાળક/બાળકીઓ કુલ-૨૦ તથા સ્ત્રી પુરુષ -૬૦ મળી કુલ્લે-૮૦ વ્યકિતઓને શોધી કાઢેલ હોય જે પ્રશંસનીય તેમજ ઉમદા કામગીરી બદલ પોલીસ અધિકારી/કર્મચારીનેવંચાણે લીધેલ નિયમો/પરીપત્રોની જોગવાઈને આધીન ઈનામ આપવા હુકમ ક૨વામાં આવે છે. વલસાડ જિલ્લાના વિવિધ પોલીસ મથક ની મહિલા કરો ૧૭ જેટલી મહિલા પોલીસ કર્મચારીઓનઍ અને ઉમદા કામગીરી કરવા બદલ ઇનામ જાહેર કરવામાં આવ્યા છે. જેમાં ઍમઓબી શાખામાં ફરજ બજાવતા પીઍસઆઇ કે.વી.નાઈક, ઍમઓબી શાખામાં ફરજ બજાવતા વુ.ઍ.અ ેસ.આઈ.ધર્મેશાબેન ભ૨તભાઈ, ઍમઓબી શાખામાં વુ .ઍ.ઍસ.આઈ.અનિતાબેન હિતેશભાઈ, ઍમ.ઓ.બી.શાખા વુ.હે.કો.કોમલબેન કલ્પેશભાઇ, વાપી ટાઉન પોલીસ મથકમાં ફરજ બજાવતી વુ.પો.કો.તૃીબેન બળવંતભાઈ, વાપી ઉદ્યોગ નગર માં ફરજ બજાવતી વુ.લો.૨.ક્રિષ્નાબેન કમશીભાઈ, ડુંગરા પોલીસ મથકમાં ફરજ બજાવતી વુ.પો.કો.ટીનાબેન કાળીદાસ, નાનાપોંઢા પોલીસ મથકમાં ફરજ બજાવતી વુ.હે.કો.ભાવનાબેન વસનભાઈ, કપરાડા પોલીસ મથકમાં ફરજ બજાવતી વુ.પો.કો.તેજલબેન ઉદયભાઈ, ભીલાડ પોલીસ મથકમાં ફરજ બજાવતી વુ.પો.કો.શોભનાબેન ઇશ્વ૨ભાઈ, ઉમરગામ પોલીસ મથકમાં ફરજ બજાવતી વુ.લો.૨.મનીષાબેન રામભાઈ, મરીન પોલીસ મથકમાં ફરજ બજાવતી વુ.લો.૨.જીગીષાબેન રાજેશભાઈ, વલસાડ સીટી પોલીસ મથકમાં ફરજ બજાવતી વુ.પો.કો.મંજુલાબેન જહીરામભાઈ, વલસાડ રૂરલ પોલીસ મથકમાં ફરજ બજાવતી વુ.હે.કો.વૈશાલીબેન વજી૨ભાઈ ડુંગરી પોલીસ મથકમાં ફરજ બજાવતી વુ .પો.કો.નીતાબેન સોમાભાઈ, પારડી પોલીસ મથકમાં ફરજ બજાવતી વુ.લો.૨.મીરાબેન હિમ્મતભાઈ અને ધરમપુર પોલીસ મથકમાં ફરજ બજાવતી વુ.પો.કો.મનિષાબેન ઠગુભાઈ ને વલસાડ જિલ્લા પોલીસ વડા ડૉ. કરનરાજ વાઘેલા ઍ વર્ષ ૨૦૨૩ ૨૪ માં ફાળવેલ ગ્રાંટમાંથી ઇનામો આપતા પોલીસ કર્મચારીઓમાં ખુશીનો માહોલ જોવા મળ્યો હતો.