Vishesh News »

નવા ફોજદારી કાયદા અંગે દમણમાં જાગૃતિ કાર્યક્રમ યોજાયો

(દમણગંગા ટાઈમ્સ પ્રતિનિધિ) દમણ, તા. ૦૭ ઃ કેન્દ્રશાસિત પ્રદેશ દાદરા અને નગર હવેલી અને દમણ અને દીવના માનનીય પ્રશાસક પ્રફુલ્લ પટેલના સક્ષમ માર્ગદર્શન હેઠળ, દમણમાં ભારતની સંસદ દ્વારા પસાર કરાયેલા ૩ નવા ફોજદારી કાયદાઓ અંગે જાગૃતિ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમ અંગે સ્વામી વિવેકાનંદ ઓડિટોરિયમમાં જિલ્લા વહીવટી તંત્ર, પોલીસ વહીવટીતંત્ર અને ગુજરાત નેશનલ લો યુનિવર્સિટી (ઞ્.ફ.ન્.શ્.)ના સંકલનમાં યોજવામાં આવ્યો હતો જેમાં કેન્દ્રશાસિત પ્રદેશોના પ્રશાસકના સલાહકાર અમિત સિંઘલા જી, મહાનિરીક્ષક પોલીસ મિલિન્દ ડંબરે હાજર રહ્ના હતા. ગુજરાત રાજ્ય માનવ અધિકાર આયોગના અધ્યક્ષ જસ્ટિસ ડૉ. કૌશલ જે. ઠાકર અતિથિ વિશેષ તરીકે ઉપસ્થિત રહ્ના હતા. જીઍનઍલયુના ડિરેક્ટર પ્રો. (ડૉ.) ઍસ. શાંતાકુમાર દ્વારા તમામ મહેમાનોનું શાબ્દિક સ્વાગત કરવામાં આવ્યું હતું. અને ૩ નવા ફોજદારી કાયદાઓ વિશે માહિતી અપાઈ હતી. તેમણે કહ્નાં કે કાયદાની અજ્ઞાનતા કોઈ બચાવ નથી તેથી તમામ નાગરિકોને આ નવા કાયદા વિશે જાણ કરવી જોઈઍ. પોલીસ મહાનિરીક્ષક મિલિંદ ડુમ્બ્રેજીઍ કહ્નાં કે આ ત્રણ નવા ફોજદારી કાયદા સામાન્ય જનતાને ધ્યાનમાં રાખીને બનાવવામાં આવ્યા છે અને પોલીસ પ્રશાસન તરીકે વિભાગે આ કાયદાઓનો અમલ કરવાનો છે જેના માટે અમે સંપૂર્ણ રીતે તૈયાર છીઍ જયારે પ્રશાસકના સલાહકાર અમિત સિંઘલાઍ તેમના સંબોધનમાં જણાવ્યું હતું કે આ નવા કાયદા ભારતીયતા, ભારતીય બંધારણ અને ભારતીય નાગરિકોને ધ્યાનમાં રાખીને બદલવામાં આવ્યા છે. આ નવા કાયદાઓના અમલીકરણથી ભારતીય ન્યાય પ્રણાલી મજબૂત થશે. તો ગુજરાત માનવ અધિકાર આયોગના અધ્યક્ષ ડૉ.જસ્ટિસ કૌશલ ઠાકરે જણાવ્યું હતું કે તેમણે કહ્નાં કે પ્રશાસક પ્રફુલ્લ પટેલ દ્વારા આ નવા કાયદાઓ વિશેની માહિતી સામાન્ય લોકો સુધી પહોંચાડવાની જે પહેલ કરવામાં આવી છે તે તેમની દૂરદર્શિતાનો પુરાવો છે અને આ માટે હું તેમને હૃદયપૂર્વક અભિનંદન આપું છું. કાર્યક્રમના અંતે જીઍનઍલયુના આસિસ્ટન્ટ પ્રોફેસર ડો.હાર્દિક પરીખે કાર્યક્રમમાં ઉપસ્થિત તમામ મહેમાનોનો આભાર વ્યક્ત કર્યો હતો. આ પછી, પેનલ ડિસ્કશનનું પણ આયોજન કરવામાં આવ્યું હતું જેમાં નવા ફોજદારી કાયદાના અમલીકરણ, જોગવાઈઓ, ફેરફારો અને વ્યવહારિક ઉપયોગ અંગે ચર્ચા કરવામાં આવી હતી. આ કાર્યક્રમમાં દમણના વહીવટી અધિકારીઅો, જનપ્રતિનિધિઅો, કર્મચારીઓ, શિક્ષકો અને વરિષ્ઠ નાગરિકો ઉપસ્થિત રહ્ના હતા.મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓ ઉપસ્થિત રહ્ના હતા.