Vishesh News »

વલસાડ જીલ્લા બાળ કલ્યાણ સમિતિના હોદ્દેદારોઍ હવાલો સંભાળ્યો

(દમણગંગા ટાઈમ્સ પ્રતિનિધિ) વલસાડ, તા. ૦૭ ઃ વલસાડ જિલ્લા બાળ કલ્યાણ સમિતિના ચેર પર્સન તરીકે ભુવનેશ્વરીબેન દેસાઈ તથા સભ્યોની વિધિવત જિલ્લા ભાજપ પ્રમુખની અધ્યક્ષ પણ હેઠળ કાર્યભાર સોંપવામાં આવ્યો હતો. ગુજરાત સરકાર દ્વારા હાલે વિવિધ જિલ્લાઓમાં બાળ કલ્યાણ સમિતિની નવી રચનાઓ કરવામાં આવી છે. જે અંતર્ગત વલસાડ જિલ્લા બાળ કલ્યાણ સમિતિની પણ રચના કરી ચેરપર્સન સહિત નવા સભ્યોની નિમણૂંક સરકાર દ્વારા કરવામાં આવી છે. સમિતિના ચેરપર્સન તરીકે ભુવનેશ્વરીબેન દેસાઈ અને ઍમની ટીમના સભ્યોઍ આજરોજ વિધિવત રીતે કાર્યભાર વલસાડ જિલ્લા ભાજપ પ્રમુખ હેમંતભાઈ કંસારાની વિશેષ ઉપસ્થિતિમાં સંભાળ્યો હતો. વલસાડ જિલ્લા બાળ કલ્યાણ સમિતિના ચેરપર્સન તરીકે ભુવનેશ્વરીબેન દેસાઈ ઍ આજરોજ ઍમની સમિતિના સભ્યો સાથે કાર્યભાર સંભાળ્યો હતો, વલસાડ જિલ્લા બાળ કલ્યાણ સમિતિના સભ્યો તરીકે જયદીપભાઇ સોલંકી, રુપેશભાઈ પાંડે, ભારતીબેન ચૌહાણ, ક્રુપલબેન દીક્ષિતની નિમણૂક કરવામાં આવી છે. ભુવનેશ્વરીબેન દેસાઈ સહિતના સભ્યોઍ આજરોજ વલસાડ જિલ્લા બાળ કલ્યાણ સમિતિની કચેરીઍ વિધિવત કાર્યભાર વલસાડ જિલ્લા ભારતીય જનતા પાર્ટીના પ્રમુખ હેમંતભાઈ કંસારાજી વલસાડ/ ડાંગ લોકસભા બેઠકના પ્રભારી કરસનભાઈ ટીલવા વલસાડ જિલ્લા ભાજપના મહામંત્રી કમલેશભાઈ પટેલની વિશેષ ઉપસ્થિતિમાં સંભાળ્યો હતો, હેમંતભાઈ કંસારા ઍ ચેરપર્સન તેમજ તેમની સમગ્ર ટીમને પુષ્પગુચ્છ આપી તમામને શુભકામનાઓ પાઠવી હતી.