Vishesh News »

ડાંગની લોકપ્રિય મહાલ ઈકો કેમ્પસાઈટ પાસેના માર્ગ પર દિપડાના આંટાફેરા

(દમણગંગા ટાઈમ્સ પ્રતિનિધિ) સાપુતારા, તા. ૧૧ ઃ રાજ્યનાં છેવાડે આવેલ ડાંગ જિલ્લામાં અનેક વિસ્તારોમાં ખૂંખાર દીપડાઓની ચહલ પહલ વધી જવા પામી છે. સાથે માનવીઓ પર હુમલાઓનાં બનાવો પણ વધી રહ્ના છે. થોડા સમય પૂર્વે ડાંગ જિલ્લાનાં અલગ અલગ ગામડાઓમાં માનવી પર દિપડાનાં હુમલાઓ નોંધાયા છે. જેને પગલે લોકોમાં ભયનો માહોલ જોવા મળે છે. ગતરોજ ડાંગ જિલ્લાનાં સુબીર તાલુકાનાં મહાલ કેમ્પ સાઈટ તરફ સાવરદાકસાડ ગામ નજીક શિકારની શોધમાં ભટકતો ઍક ખુંખાર દિપડો રાત્રીનાં સમયે માર્ગ પર આવી લટાર મારતા માર્ગમાંથી પસાર થતા વાહન ચાલકોમાં ભયનો માહોલ સર્જાવા પામ્યો છે. અહીં દિપડો રાત્રીનાં સમયે શિકારની શોધમાં ગામમાં પણ આવતો હોવાનું જાણવા મળે છે. આ ખૂંખાર દિપડો માર્ગપરથી ખસવાનુ નામ ન લેતા વાહન ચાલકોની હાલત કફોડી બની હતી. બાદમાં પસાર થતા વાહન ચાલકોઍ આ દિપડો દેખાયો તેને વિડિયો બનાવી સોશિયલ મીડિયામાં વાયરલ કરતા ચકચાર મચી જવા પામી છે. હાલમાં ઉત્તર વન વિભાગ આ બાબતે ઘટતી કાર્યવાહી કરે તે જરૂરી બની ગયુ છે.