Vishesh News »

વલસાડની સાયન્સ કોલેજમાં પ્રાથમિક ઉપચાર જાગૃતિ કાર્યક્રમ યોજાયો

(દમણગંગા ટાઈમ્સ પ્રતિનિધિ) વલસાડ, તા. ૦૭ ઃ બી. કે. ઍમ. સાયન્સ કોલેજ વલસાડમાં ઈન્ડિયન રેડક્રોસ વલસાડ શાખા તથા સુમિટોમો કેમિકલ ઈન્ડિયા લિમિટેડ દ્વારા પ્રાથમિક ઉપચાર જાગૃતિ કાર્યક્રમ યોજાયો હતો. કોલેજના આચાર્ય ડો. વિકાસ દેશાઈ તથા ઉપાઆચાર્ય ડો. ટી. જી. ગોહિલના માર્ગદર્શન હેઠળ પ્રા. ડો. સુરેશ પટેલ નોડલ ઓફિસર દ્વારા આયોજિત કાર્યક્રમમાં ૧૬૫ વિધાર્થીઓઍ ભાગ લીધો હતો. ઈન્ડિયન રેડ ક્રોસ સોસાયટીના મંત્રી ડો. યઝદી ઈટાલિયા દ્વારા ઈન્ડિયન રેડ ક્રોસ વીસે જાણકારી આપી તથા ડો. અભિષેક મિસ્ત્રી અને ચેતન પટેલ દ્વારા યુથ રેડ ક્રોસની સીઆર ટ્રેનિંગ આપવામાં આવી હતી. સીઆર ટ્રેનિગ પ્રવતમાન સંજોગોમાં ખૂબ મહત્વની છે. વિદ્યાર્થીઓઍ કાર્યક્રમનું મહત્વ ગંભીરતાથી સમજી, રસ લઈ વ્યવસ્થિત તાલીમ લીધી. સુમિટોમો કેમિકલ ઈન્ડિયા લિમિટેડ કંપનીના સીઆર ફંડમાથી વિદ્યાર્થીઓને જરૂરી કીટ આપવામાં આવી હતી. પ્રા. ડોં દિલિપ પટેલ દ્વારા સમગ્ર કાર્યક્રમનું સંચાલન કરવામાં આવ્યું હતું.