Vishesh News »

છાપરના ભૌતિક પટેલ પ્રિપ્લાન મર્ડર કેસમાં ૧ મહિલા સહિત ૧૨ની ધરપકડ

(દમણગંગા ટાઈમ્સ પ્રતિનિધિ) બીલીમોરા, તા. ૦૭ ઃ બીલીમોરા નજીક છાપર ગામનો ભૌતિક ઉર્ફે ભાવુ પટેલનાં પ્રિ- પ્લાન મર્ડર કેસમાં પોલીસ ૧૪ પૈકી ઍક મહિલા સહિત ૧૨ આરોપીઓ ની ધરપકડ કરી હતી. મુખ્ય સૂત્રધાર કલ્પેશ છગનભાઇ પટેલ (આંતલીયા)નાં રિમાન્ડ પૂર્ણ થતાં સબ જેલમાં ધકેલાયો હતો. ગણદેવી તાલુકાનાં છાપર ગામે દેસાઈ ફળીયા માં રહેતો ભૌતિક ઉર્ફે ભાવુ ગણપતભાઈ પટેલ (૨૯) નાં પ્રિ-પ્લાન કેસ માં લોકલ ક્રાઈમ બ્રાન્ચ બાદ ચીખલી પોલીસે ઝીણવટભરી તપાસ હાથ ધરી હતી. હત્યા નાં તાણાવાણા અને કડી ને જોડતા કુલ ૧૪ આરોપીઓની મીલીભગત માં હત્યાને અંજામ અપાયો હતો. પોલીસે હત્યા ને અંજામ આપનારા આરોપી હર્ષ ઉર્ફે સિકંદર લક્ષ્મણભાઇ ટંડેલ, મનિષ ઉર્ફે ગુડ્ડ રંગનાથ પાઠક, સતિષ વિનોદભાઇ પટેલ, ગીરીશ રંગનાથ પાઠક, મીગ્નેશ કિશોરભાઇ પટેલ, વિશાલ અશોકભાઇ હળપતી તમામ રહે. અમલસાડ તા.ગણદેવી જી.નવસારી ને જેલભેગા કર્યા હતા. જે બાદ પોલીસ ને સતત હાથતાળી આપતા વિશાલ અર્જુનભાઇ ડાભીયા (૨૨) રહે. ચોરભુજ નવીનગરી ફળીયા, કરજણ, વડોદરા, દિલ્પેશ ઉર્ફે દિપુ કાંતિભાઈ પટેલ(૩૨) રહે. કરોડીયાં ચાલ આંતલીયા, જીગ્નેશા ઉર્ફે જીજ્ઞાબેન વિજયભાઈ નાયકા (૩૮) મંદિર ફળીયા, વેગામ તા.ગણદેવી, કલ્પેશભાઇ છગનભાઇ પટેલ રહે.આંતલીયા તા.ગણદેવી, તુષાર ઉર્ફે તુલસી કેશવભાઈ પારઘી રહે. આંતલીયા પંચાયત સામે અને રવિકુમાર ઘનશ્યામ વર્મા ની ધરપકડ કરી હતી. જ્યારે ૧૩માં આરોપીને ટૂંક સમય માં ઝડપી લેવાનો પોલીસે આશાવાદ વ્યક્ત કર્યો હતો. જ્યારે ૧૪ઁમો આરોપી આદર્શ ચંદ્રકાંત પટેલ રહે.માછીયાવાસણ તા.ગણદેવી જી.નવસારી હજુ સુધી પોલીસ પકડ થી દુર છે. તે ગલ્ફ નાં દેશ માં હોવાનું કહેવાય છે. બીજી તરફ મુખ્ય સુત્રધાર કલ્પેશ પટેલ નાં ૯ દિવસ નાં રિમાન્ડ પૂર્ણ થતાં સબ જેલ માં ધકેલાયો હતો. પોલીસે ૯૦ દિવસ ની સમય મર્યાદામાં આરોપી સામે કોર્ટ માં આરોપનામું રજૂ કરવાની તજવીજ હાથ ધરી હતી. તે માટે અનેક સાંયોગિક પુરાવાઓ ઍકત્ર કરી લેવાયા હતા. ચીખલી પીઆઇ ભાગ્યેશ ચૌધરી વધુ તપાસ કરી રહ્નાં છે.