Vishesh News »

ગુજરાત પોલીસથી ત્રાસેલા દમણના ત્રીસેક બુટલેગરોઍ પોલીસની કનડગતની પોલ ખોલી વટાણાં વેરી નાંખ્યા!?

(દમણગંગા ટાઇમ્સ પ્રતિનિધિ) વલસાડ, તા. ૦૭ ઃ વલસાડ ઍલસીબીની ટીમના ઍક કોસ્ટેબલ લાંચ પ્રકરણમાં ઝડપાયા બાદ દમણના કેટલાક બુટલેગરો ઍ ઍસીબી કચેરીનો સંપર્ક કરવા માટે દમણના ૩૫ થી વધુ બુટલેગરો કચેરી આવી પોતાના નિવેદનો લખાવી વલસાડના પોલીસ કર્મચારીઓ સાથે કરેલી વાતચીતના રેર્કોડિંગ ફોનની ડિટેલ, સ્ક્રીનશોટ, વોટસઍપ કોલનું રેર્કોડિંગ સહિતના પુરાવાઓ આપ્યા હોવાની ચર્ચાઓ સમગ્ર પોલીસ કર્મચારીઓમાં ઉઠવા પામી છે. ગુજરાતમાં દારૂબંધી હોવાના કારણે વલસાડ જિલ્લા અડીને આવેલા સંઘ પ્રદેશ ઍવા દમણ અને સેલવાસમાં આવેલા વાઈન શોપ, અને ડીશલરી કંપનીઓમાં મોટા પ્રમાણમાં આવેલી છે. દમણ અને સેલવાસથી બુટલેગરો પોલીસ સાથે યમકેન પ્રકારે દારૂનો જથ્થો રોડ મારફતે વાહનોમાં, રેલ્વે મારફતે ટ્રેનોમાં તેમજ સમુદ્ર મારફતે બોટમાં દારૂની હેરાફેરી કરતા હોય છે. પોલીસ અને બુટલેગર, કેપી આવો સાથે પોલીસની સાંઠ ગાંઠ અને વ્યવહાર હોવાના કારણે દારૂનો ધંધો બે રોકટોકપણે ચાલી રહ્ના છે. બુટલેગરો પોલીસ સાથે વ્યવહાર કરવા તેમ છતાં અવારનવાર દારૂ પકડતા બુટલેગરો પોલીસ સામે નારાજગી વ્યક્ત કરતા હોય છે. વલસાડ ઍલસીબીનો પોલીસ કોન્સ્ટેબલ આશિષ માયા કુવાડીયા થોડા દિવસ અગાઉ ઍક દારૂનો ધંધો છોડી દેનાર વ્યક્તિ પાસેથી ત્રણ લાખની લાંચની માંગણી કરતા તેમણે ઉદવાડા હાઇવે પર કારમાં આવી ત્રણ લાખની લાખની રકમ લીધા બાદ ભરૂચ ઍસીબીની ટીમ જોવા મળતા ઍલસીબી પોલીસ કોન્સ્ટેબલ આશિષ કુવાડીયા ભાગી છુટ્યો હતો. જોકે તેના વિરુદ્ધ વલસાડ ઍસીબીમાં ફરિયાદ નોંઘી હતી. જોકે આ લાંચ પ્રકરણમાં વલસાડ ઍસીબી ની ટીમે ફરિયાદીને કચેરીઍ બોલાવી નિવેદનો લીધા હતા. ત્યારે દમણના કેટલાક પોલીસથી ત્રાસી ગયેલા બુટલેગરો પણ છેલ્લા બે ત્રણ દિવસથી ઍસીબી કચેરીમાં પોતાના નિવેદનો પોલીસ કર્મચારીઓ સાથે કરેલી વાતચીતના રેર્કોડિંગ ફોનની ડિટેલ સ્ક્રીનશોટ, વોટસઍપ કોલ રેર્કોડિંગ સહિત પુરાવાઓ આપ્યા હોવાની ચર્ચાઓ સમગ્ર પોલીસ કર્મચારીઓ તથા બુટલેગરોમાં ઉઠવા પામ્યા છે. અત્રે ઉલ્લેખને છે કે માં વલસાડ ઍલસીબી પોલીસ કોન્સ્ટેબલ લાંચની રકમ લેવાની ઘટના બનતા હવે જિલ્લામાં વલસાડ ઍલસીબીની ટીમના પોલીસ કર્મચારીઓની ટીમ સતર્ક રહી દમણ કે સેલવાસથી બુટલેગરો દ્વારા લવાતો દારૂ પર ચાંપતી નજર રાખી રહ્ના છે.