Vishesh News »

ધરમપુરમાં ટ્રાફિકના નિયમો અંગે જનજાગૃતિ કાર્યક્રમ યોજાયો

(દમણગંગા ટાઈમ્્સ પ્રતિનિધિ) ધરમપુર, તા. ૦૭ ઃ ધરમપુર ડૉ.બાબા સાહેબ સર્કલ ખાતે રોડ સેફટી અને ટ્રાફિકના નિયમોથી માહિતગાર માટે શિક્ષણ વિભાગ, પોલીસ વિભાગ અને આરટીઓ વલસાડના સંયુક્ત ઉપક્રમે સરકારી પોલીટેકનિક વલસાડના વિધાર્થીઓ દ્વારા નાટકો નું આયોજન પ્રોફેસર નિરલ પટેલ,આશીષ પટેલ અને સ્ટાફ મિત્રો ખૂબ સુંદર આયોજન કરવામાં આવ્યું હતું અને કાર્યક્રમનું આયોજન કરનાર સમગ્ર ટીમને ભારત દેશનું બંધારણ (સંવિધાન) આપવામાં આવ્યું હતું. ટ્રાફીક નિયમો વિશે જણાવતાં માર્ગ પર જતી વખતે ફોન પર વાત ન કરવી, હેલ્મેટ પહેરવું, કારમાં જતી વખતે સિટબેલ્ટ પહેરવુ, ડ્રિન્ક ઍન્ડ ડ્રાંઈવ જેવી અનેક નાની સેફટીની બાબતો પોલિટેકનીક કોલેજ વલસાડના વિધાર્થીઓ દ્વારા નાટક ભજવીને માહિતી આપવામાં આવી હતી. જેમાં ધરમપુર તાલુકા ના ઘ્ભ્ત્ સુરજ સિંહ વસાવા, ભ્લ્ત્ આર કે પ્રજાપતિ નો ખુબજ સારો સહકાર રહ્ના હતો. આ પ્રસંગે તાલુકા પંચાયતના અપક્ષ સભ્ય કલ્પેશ પટેલ, સામાજિક આગેવાન વિજય ભાઈ અટારા, હેમંત પટેલ, વિમલ પટેલ, કમલેશ પટેલ સામાજિક આગેવાનો યુવાનો હાજર રહ્ના હતા.