Vishesh News »

ગણદેવીના વોર્ડ નં. ૨ના રહીશો પોલ્ટ્રી ફાર્મની દુગ*ધથી ત્રાહીમામ

(દમણગંગા ટાઈમ્્સ પ્રતિનિધિ) ગણદેવી, તા.૭ ઃ ગણદેવી મામલતદારને નગરપાલિકાના વોર્ડ નં.૨ ના ૫૦ થી વધુ રહીશોઍ તાલુકા ફરીયાદ નિવારણ હેઠળ અરજ કરી હતી. જેમાં પોતાના વિસ્તારની હદ લગોલગ પશુ આહાર કારખાનું અને ખેરગામના બ્લોક નં. ૨૫૩ સ્થિતિ પોલ્ટ્રી ફાર્મને બંધ કરાવવા માંગણી કરી છે. પોલ્ટ્રીફાર્મ દુર્ગંધને કારણે જાહેર આરોગ્ય સામે તોળાતા ખતરાને દૂર કરવામાં નહીં આવે તો ગાંધી ચિંધ્યા માર્ગે આંદોલન કરવાની ચીમકી ઉચ્ચારવામાં આવી છે. ગણદેવી નગરપાલિકાના વોર્ડ-ર ઍ ખેરગામ ગ્રામપંચાયતની હદ વિસ્તારને લાગે છે. ગામની હદમાં ઍક મરઘા ઉછેર કેન્દ્ર આવેલું છે. જ્યાં મરઘાં માટેનો ખોરાક તેનો હગારની તીવ્ર દુર્ગંધ ચારે બાજુ પ્રસરે છે. ગંદકીના કારણે મચ્છર, માખી ઉપરાંત વાયરસ ફેલાવતા જંતુઓ હવામાં ભળીને આજુબાજુના વિસ્તારમાં પ્રસરી રહ્ના છે. નગરપાલિકાના વોર્ડ નં.૨ રહેણાક વિસ્તાર હોવાથી અહીં વસતા લોકો જેમાં ખાસ કરીને વૃદ્ધો બાળકો નાં સ્વાસ્થ્ય બગડી રહ્ના છે. જો આ પોલ્ટ્રી ફાર્મ ને જલ્દીથી દૂર કરવામાં નહીં આવે તો જાહેર પ્રજાના આરોગ્ય સામે ગંભીર ખતરો તોળાઇ રહ્ના છે. આ બાબતે વોર્ડ નં.૨ ના રહીશોઍ ગણદેવી મામલતદારને તાલુકા ફરીયાદ નિવારણ હેઠળ ઍક અરજી પાઠવી પોલ્ટ્રી ફાર્મ દૂર કરવાની માગણી કરી હતી. જો માગણી મુજબ પોલ્ટ્રી ફાર્મ દૂર નહીં કરાશે. તો ગાંધી ચિંધ્યા માર્ગે આંદોલન કરવાની ચીમકી ઉચ્ચારી છે. વીતેલા ત્રણ વર્ષો થી રજુઆતો અને અરજ બાદ પણ સમસ્યાનું નિરાકરણ આવતું નથી. વધુમાં જણાવ્યું હતું કે, પોલ્ટ્રી ફાર્મ ફરતે ઇલેક્ટ્રીક કરંટ મુકવામાં આવે છે. જેને કારણે દુર્ઘટનાનો અંદેશો વ્યક્ત કરી પગલાં ભરવાની માંગ કરી હતી.