Vishesh News »

વાપી-વલસાડથી ૧૩૪૪ રામભકતો અયોધ્યા રામલલ્લાના દર્શને રવાના

(દમણગંગા ટાઈમ્સ પ્રતિનિધિ) વાપી, ધરમપુર, તા. ૦૬ ઃ સમગ્ર ભારત દેશવાસીઓનુ છેલ્લા કેટલાક વર્ષોથી અયોઘ્યા ખાતે રામ મંદીર બનવાનુ સ્વપ્ન સાકાર થતા ૨૨મી જાન્યુઆરીઍ પ્રાણપ્રતિષ્ઠા ભારતના પ્રધામંત્રી નરેન્દ્રભાઇ મોદી હસ્તે કરાયા બાદ અયોધ્યા રામલલ્લાના દર્શનાર્થે લાખોની સંખ્યામાં રોજીંદા રામ ભકતો ઉમટી રહ્ના છે. જયારે આજ રોજ વલસાડ-ડાંગ લોકસભા બેઠકના ૧૩૪૪ જેટલા રામ ભક્તો અયોધ્યા જવા માટે રવાના થયા તે સમયે દરેક રામ ભકતો હર્ષલ્લાસ અને આનંદભેર સાથે રામલલ્લાના દર્શન માટે ભાવ વિભોર જૉવા મળ્યા હતાં. વાપી, વલસાડ અને વ્યારાથી અયોધ્યા રવાના થયેલા રામ ભક્તોને શુભેચ્છા પાઠવવા વાપી તથા વલસાડ રેલવે સ્ટેશને અનેક લોકો ઉપસ્થિત રહ્ના હતાં. આજે વાપીથી અયોધ્યામાં શ્રી રામલલ્લાના દર્શન માટે આસ્થા સ્પેશિયલ ટ્રેન ઉપડી હતી. જેમાં વાપીથી ૬૫૦ જેટલા ભક્તો રવાના થયા આ ટ્રેનને ડાંગના ધારાસભ્ય ધારાસભ્ય વિજયભાઈ પટેલ અને વલસાડ જિલ્લા ભાજપના મહામંત્રી સીલ્પેશભાઈ દેસાઈની આગેવાનીમાં લીલીઝંડી આપી રવાના કરાઈ હતી. ત્યારે સમગ્ર વાપી રેલવે સ્ટેશન ઉપર ‘જય શ્રીરામ’ અને ‘રામલલ્લા હમ તુમ્હારે દર્શન કે લિયે આ રહે હૈ’ જેવા નારાઓથી ગુંજી ઉઠ્યું હતું પ્રા વિગત મુજબ આજે વલસાડ-ડાંગ લોકસભા બેઠકમાં આવતા તમામ તાલુકામાંથી દરેક શ્રીરામ ભક્તોને અયોધ્યામાં નવા બનેલા શ્રીરામ મંદિરમાં બિરાજમાન રામલલાના દર્શન માટે વાપીથી અયોધ્યાધામ સુધીની સ્પેશ્યલ ટ્રેન આસ્થા સ્પેશિયલ ટ્રેનનું આયોજન કરવામાં આવ્યું હતું. જે આજે સાંજે ૪ઃ૩૦ કલાકે વાપીથી રવાના થઈ હતી. જેમાં ઉમરગામ-વાપી અને પારડી તાલુકાના ૬૫૦ જેટલા ભક્તો રામલલ્લાના દર્શન માટે રવાના થયા હતા. આ અંગે વાપી રેલવે સ્ટેશનને ડાંગના ધારાસભ્ય વિજયભાઈ પટેલ, ગુજરાત પ્રદેશ ભાજપના ઉપપ્રમુખ ઉષાબેન પટેલ, વલસાડ જિલ્લા ભાજપના મહામંત્રી સીલ્પેશભાઈ દેસાઈ, વાપી શહેર ભાજપના પ્રમુખ સતિષભાઈ પટેલ તેમજ ભાજપ અગ્રણી જવાહરભાઈ દેસાઈ વાપી તાલુકા ભાજપ પ્રમુખ સુરેશભાઈ પટેલ, પારડી તાલુકા ભાજપ પ્રમુખ મહેશભાઈ દેસાઈ તથા ભાજપના જિલ્લા તથા તાલુકા અને વાપી નગરપાલિકાના ચૂંટાયેલા સભ્યો તેમજ સરપંચો ઉપસ્થિત રહ્ના હતાં. જયારે વલસાડ સ્ટેશનેથી પણ રામભકતોને અયોધ્યા વિદાય આપવા જિલ્લા ભાજપ પ્રમુખ હેમંતભાઈ કંસારા, જી.પ.પ્રમુખ મનહરભાઈ પટેલ, જી.મહામંત્રી મહેન્દ્રભાઈ ચૌધરી, ડો.હેમંતભાઈ પટેલ, કમલેશભાઈ,ગણેશભાઈ બીરરી, સ્ટેશન માસ્તર દત્તા, ધનેશભાઈ ચૌધરી , ધરમપુર પૂર્વ શહેર પ્રમૂખ સમીપ રાંચ, જયેશ દળવી તેમજ જીતેશભાઇ હાજર રહ્ના હતાં.