Vishesh News »

સીબીઆઇ-ઇડીને ટોરેન્ટ પાવરની તપાસની માંગ

(દમણગંગા ટાઇમ્સ પ્રતિનિધિ) દમણ- સેલવાસ, તા. ૦૬ ઃ દાનહમાં વીજ વિભાગના ખાનગીકરણ બાદ અનેક ફરિયાદો લોકો ઉઠાવી રહ્ના હતા. જેને પગલે જોઈન્ટ ઇલેક્ટ્રીસીટી રેગ્યુરેટરી કમિશન દ્વારા જાહેર સુનવણી સેલવાસ કલા કેદ્ર ખાતે રાખવામાં આવી હતી. જેમાં દમણ અને દાનહના સ્થાનિકો લોકોઍ ઉપસ્થિત રહી પોતાની સમસ્યાની રજુઆત કરી હતી. સંયુક્ત વિદ્યુત વિનિમય આયોગ દ્વારા જાહેર સુનાવણીનું આયોજન સ્વામી વિવેકાનંદ ઓડિટોરિયમ ખાતે યોજાયેલી જાહેર સુનાવણીમાં ઉદ્યોગપતિઓ અને લોકોઍ તેમની ફરિયાદો અને સૂચનો નોંધ્યા હતા. જેઈઆરસીના અધ્યક્ષ આલોક ટંડન અને મેમ્બર લો જ્યોતિ પ્રસાદ સમક્ષ પોતાના વિચારો રજૂ કર્યા. ઉમેશ પટેલે સુનાવણી દરમિયાન જણાવ્યું હતું કે ટોરેન્ટના આગમન બાદ દમણને નુકસાન થયું છે. આ કંપની ખોટનો દાવો કરીને જનતા પર બોજ નાખી રહી છે. સીબીઆઈ અને ઈડી દ્વારા આની તપાસ થવી જોઈઍ. રૂ. ૫૦૦ કરોડનું ગેપ હોવાનું કહીને તેઓ લોકોને ગેરમાર્ગે દોરી રહ્ના છે, તેઓઍ થ્ચ્ય્ઘ્ના નિયમોનું ઉલ્લંઘન કર્યું છે અને ખર્ચમાં વધારો કર્યો છે. તેઓ તેના કોલ સેન્ટરનો પણ વિરોધ કરે છે. ડીઆઈઍના પ્રમુખ સતેન્દ્ર કુમારે કહ્નાં કે જ્યારે આ રાજ્યમાં ઉદ્યોગો આવ્યા ત્યારે ઘણી છૂટ હતી અને હવે વીજળીના કારણે અહીં ઉદ્યોગ છે. હવે જો વીજળીના દર અન્ય રાજ્યોની જેમ રહેશે તો અહીંથી ઉદ્યોગો સ્થળાંતર કરશે. ઉદ્યોગપતિ કિરીટ પારેખે જણાવ્યું હતું કે ટોરેન્ટ પાવરે ભારતમાં દમણમાં સૌથી વધુ ફિક્સ ચાર્જીસ લાદ્યા છે. તે ઓપરેશન અને મેન્ટેનન્સ ચાર્જમાં વધારો કરી રહી છે જેના કારણે ઉદ્યોગને મુશ્કેલીનો સામનો કરવો પડશે. ટોરેન્ટ પાવરે ત્રણ વર્ષમાં કરોડોની ખોટ નોંધાવી છે. વ્હાઇટ પેપર સેલો કંપનીના મુખજીઍ જણાવ્યું કે તેઓ વીજ દરમાં વધારા અને નવા નિયમોથી પરેશાન છે અને તેમનું બજેટ પણ બગડી રહ્નાં છે. સામાન્ય લોકોમાં ચિરાગ, ઝાકીર પીરવાલા, ધીરુભાઈ ધોડી સહિતના અનેક લોકોઍ ટોરેન્ટ પાવર સામે જેઈઆરસી સમક્ષ પોતાનો વિરોધ નોંધાવ્યો છે. જયારે સેલવાસથી પ્રા માહિતી પ્રમાણે દાનહના કલાકેન્દ્રમાં યોજાયેલી સુનવણીમાં સ્થાનિકોઍ વીજ વિભાગના ખાનગીકરણનો વિરોધ કર્યો હતો. વીજ વિભાગ ટોરેન્ટ પાવરને સુપ્રત કર્યા બાદ આવતા વધુ પડતા બિલ, વીજ સમસ્યાને લઈને કરેલી ફરિયાદ ઉપર ઝડપથી કાર્યવાહી ન કરાતી હોવાનું, ટોરેન્ટ પાવરના અધિકારીઓ ઉપભોક્તાનુ સાંભળતા ન હોવાની ફરિયાદ ઉઠવા પામી હતી. અલબત્ત જનહિતની જાહેર સુનવણીમાં દાનહના ચૂંટાયેલા જનપ્રતિનિધિઅો હાજર ન રહેતા લોકો સવાલ ઉઠાવી રહ્ના છે.