Vishesh News »

વલસાડમાં લૂપ લાઈન પર રેલ્વે ઍન્જિન ખડી પડયું

(દમણગંગા ટાઈમ્સ પ્રતિનિધિ) વલસાડ, તા. ૧૧ ઃ વલસાડ રેલ્વે સ્ટેશન પાસે લુપ લાઇન પર ગઈકાલે રાત્રે ટ્રેનનું ઍન્જિન પાટા પરથી ઉતરી પડી ગયું હતું . ઘટના બનતા ઍક્સિડન્ટ રીલીફ ટ્રેન સાથે કર્મચારીઓ રવાના થયા હતા. જોકે મુખ્ય લાઈન પર ઘટના ન હોવાથી રેલવે કર્મચારીઓ મુસાફરોને મોટી રાહત મળી હતી. વલસાડ રેલવે સ્ટેશન પાસે ગઈકાલે રાત્રે લુપ લાઇન પરથી ઍન્જિન લોકો શેડ તરફ જઈ રહ્નાં હતું. તે દરમિયાન અચાનક ઍન્જિન પાટા પરથી ઉતરી પડ્યું હતું. લુપ લાઇન પર ઍન્જિન પાટા પરથી ઉતરી પડવાની ઘટનાની જાણ થતા રેલવે કર્મચારીઓ ઍકસીડન્ટ રીલીફ ટ્રેન લઇ મદદ દોડી ગયા હતા. અને ઍન્જિનને પાટા પર ચડાવવા માટેના પ્રયાસો હાથ ધર્યા હતા. જોકે મુખ્ય રેલ્વે લાઈન પર ઘટના ન હોવાથી રેલવે કર્મચારીઓ અને મુસાફરોને મોટી રાહત મળી હતી.