Vishesh News »

ઉમરગામ નગરપાલિકા વિસ્તારમાં વાયુ પ્રદુષણ

(દમણગંગા ટાઈમ્સ પ્રતિનિધિ) ઉમરગામ, તા. ૦૬ ઃ ઉમરગામ નગરપાલિકા વિસ્તારમાં વોર્ડ નંબર ત્રણને અડીને આવેલ ખાજણમાં કેટલાક વ્યક્તિઓ દ્વારા ઔદ્યોગિક વિસ્તારમાંથી નીકળતો ઘન કચરો ઠાલવી આગ ચાપી દેવામાં આવતી હોય જેને કારણે સ્થાનિક રહીશોના આરોગ્ય સામે જોખમ તોડાતું નજરે પડે છે. આઘા ઉપર સ્થાનિક રહીશો દ્વારા ફરિયાદ કરાતા જીપીસીબી વિભાગે પોલીસને જાણ કરી હતી. આગ ચાપી સળગાવી પર્યાવરણને નુકસાન તેમજ સ્થાનિક વિસ્તારનું આરોગ્ય જોખમાય ઍવી પ્રવૃત્તિ થઈ રહી છે. જેને લઇ સ્થાનિક રહીશોમાં નારાજગી જોવા મળી રહી છે. ઉમરગામ નગરપાલિકા વોર્ડ નંબર ત્રણ ખાજણ વિસ્તારમાં કોર્પોરેટરો તેમજ સ્થાનિક રહીશોઍ ગેરકાયદેસર પ્રવૃત્તિ રોકવા પ્રયાસો કર્યા હતા પરંતુ તેઓને સફળતા મળી ન હતી હવે જોવું રહ્નાં કે સ્થાનિક વિસ્તારના રહિશોનો આરોગ્ય જોખમાઈ નહીં તેમજ પર્યાવરણને થતું નુકસાન અટકાવવા ષ્ટિંણૂણુ વિભાગ અને ઉમરગામ નગરપાલિકા તંત્ર કાર્યવાહી કરશે કે કેમ ?