Vishesh News »

પારનેરામાં સરકારી જગ્યામાં મંજુરી પહેલાં જ સંપનું કામ શરુ કરી દેવાયું

(દમણગંગા ટાઈમ્સ પ્રતિનિધિ) વલસાડ, તા. ૦૬ ઃ કલેકટર મંજૂરીની મહોર મારે તે પહેલા વલસાડના પારનેરાગામે આવેલી સરકારી જગ્યામાં સંપ બનાવવા માટે કોન્ટ્રાક્ટરે ખોદકામ કરતાં ગ્રામજનો ઍ વિરોધ કરતા તાત્કાલિક કામ અટકાવી દેવામાં આવ્યું હતું. સરકાર દ્વારા ઘર ઘર નળ યોજના વલસાડ જિલ્લામાં ચાલી રહી છે. ત્યારે હાલમાં જ વલસાડના મગોદ ડુંગરીગામે પાણી પુરવઠાની ૧૧ ગામો માટે ની યોજનાનો વલસાડના ધારાસભ્યને હસ્તે ખાતમુરત કરવામાં આવ્યું છે. ત્યારે વલસાડના પારનેરા ગામે સરકારી જગ્યા આવેલી છે. આ જગ્યામાં રાબડા સુધારણા જૂથ પાણી પુરવઠા યોજના માટેની કામગીરી કરવાના હોય જેથી પારનેરા ગ્રામ પંચાયત દ્વારા પાણી પુરવઠા વિભાગને ઓગમેન્ટેશન રાબડા પાણી પુરવઠા યોજના અંતર્ગત નવા ફિલ્ટર પ્લાન્ટ સંપ અને ટાંકી બનાવવા માટે સરકારી જગ્યાની માંગણી કરી હતી. જેના સંદર્ભે પારનેરા ગ્રામ પંચાયત દ્વારા સરકારી બ્લોક નંબર સર્વે નંબર જૂનો ૪ અને નવો સર્વે નંબર ૪૩ વાળી જમીનનો પંચાયત દ્વારા ઠરાવ કરવામાં આવ્યો હતો અને તેમાં શરતોમાં જણાવ્યું કે પાણી પુરવઠાની યોજના અંતર્ગત નવા ફિલ્ટર પ્લાન્ટ,સમ્પ, ટાંકી બનાવવા માટે સત્સંગ અધિકારીની પૂર્વ મંજૂરી મેળવી કામ શરૂ કરવા તેમજ ઉપલી કચેરીઍથી મંજૂરી તથા તાંત્રિક મંજૂરી લઈ વહીવટી મંજૂરી અને વર્તમાન સરકારના ધારા ધોરણ અને નીતિ નિયમ મુજબ બનાવવા માટે નોટ ઠરાવ કરવાનું મતે મંજૂર કરવામાં આવ્યો હતો. પારનેરાની સરકારી જમીન માટે કલેક્ટર કચેરીમાં મંજૂરી માટે ફાઇલ મૂકવામાં આવી હતી. જોકે આ સરકારી જગ્યા કલેકટર સરકારી જમીનમાં મંજૂરીની મોહર મારે તે પહેલા જ કોન્ટ્રાક્ટર દ્વારા સમ્પનો ખોદકામ શરૂ કરી દેતા ગ્રામજનોઍ ભારે વિરોધ કરતા તાત્કાલિક કામ અટકાવી દેવામાં આવ્યું હતું.