Vishesh News »

ચીખલીના ખાંભડામાં રસ્તા બાબતે લોકોમાં રોષ

(દમણગંગા ટાઈમ્સ પ્રતિનિધિ) ચીખલી, તા. ૦૬ ઃ ચીખલી તાલુકા ખાંભડા ગામે બે મુખ્ય રસ્તાઓની કાયા પલટ માટે વારંવાર ની રજૂઆતો છતાં પણ તંત્ર દ્વારા પણ આ બાબતે કોઈ દરકાર લેવામાં ન આવતા આ વિસ્તારના રહીશોમા રોષ જોવા મળી રહ્ના છે. ચીખલી તાલુકાના ખાંભડા ગામે ત્રીજા માઈલથી સાદડવેલ ગામને જોડતા આશરે ૪.૫૦ કિલોમીટર નો માર્ગ તેમજ ખાંભડા મુખ્ય રસ્તાથી પટેલ ફળીયા લાઈબ્રેરી થઇ જતો આશરે ૧.૫૦ કિલોમીટરના આ બન્ને માર્ગોની દુરસ્તી માટે ખાંભડા ગ્રામજનો તેમજ ગ્રામપંચાયત દ્વારા વારંવાર ઉચ્ચકક્ષાઍ રજૂઆતો કરી હોવા છતાં પણ આજદિન સુધી આ બંને માર્ગોની કોઈક અગમ્ય કારણોસર કાયા પલટ કરવામાં આવી નથી ચીખલી તાલુકાનું ખાંભડા ગામ વાંસદા વિધાનસભા તેમજ વલસાડ લોકસભામાં સમાવિષ્ટ હોય આ ગામની વસ્તી મોટે ભાગે આદિવાસી હોય ૨૦૦૭ થી રસ્તાઓની યોગ્ય માવજત માટે રજૂઆતો થતી આવી હોવા છતાં આજદીન સુધી આ માર્ગોની કાયા પલટ થઇ નથી ૨૦૧૭ માં પણ આ માર્ગ માટે વિધાનસભા સુધી દરખાસ્ત કરવામાં આવી હતી છતાંપણ આજદિન સુધી આ બંને માર્ગો માટે કોઈજ નક્કર કામગીરી કરવામાં આવી નથી ત્યારે આ વિસ્તારની આદિવાસી પજાઍ પાથમિક સુવિધાઓ મેળવવા માટે ક્યાં સુધી રાહ જોવી પડશે ઍવા સવાલો આમ પજામાં ઉઠવા પામ્યા છે.