Vishesh News »

વલસાડ શાક માર્કેટમાં માથાભારે ઈસમોની મનમાની સામે રોષ

(દમણગંગા ટાઈમ્સ પ્રતિનિધિ) વલસાડ, તા. ૦૬ ઃ વલસાડ શાકભાજી માર્કેટ તોડી પડ્યા બાદ શાકભાજી માર્કેટમાં કપડાં, વાસણ કે અન્ય ધંધો કરનારા વેપારીઓ પોતાના માણસો બોલાવી માર્કેટમાં શાકભાજી વેચવાનો ધંધો કરવા જગ્યા રોકી દેતા વર્ષોથી શાકભાજીનો ધંધો કરનારા વેપારીઓમાં ભારે આક્રોશ જોવા મળી રહ્ના છે. આ અંગે શાકભાજી માર્કેટના વેપારીઓઍ વલસાડ પાલિકા અને સીટી પોલીસ પી.આઈ.ને લેખિત રજૂઆત કરી રસ્તા પર બેસી આવા લુખ્ખા તત્વો તમે કાયદેસરની કાર્યવાહી કરવામાં નહીં આવે તો શાકભાજી વેચતા વેપારીઓઍ રસ્તા પર બેસી વિરોધ કરવાની ચીમકી પણ ઉચ્ચારી છે. વલસાડ શાકભાજી માર્કેટ ના વેપારી અને નગરપાલિકાના માજી પ્રમુખ રાજુ મરચા તથા અન્ય વેપારીઓઍ આજરોજ વલસાડ નગરપાલિકા ચીફ ઓફિસર અને વલસાડ સીટી પીઆઇને લેખિતમાં રજૂઆત કરી કે શાકભાજી માર્કેટનું ડીમોલેશન કર્યાં બાદ છેલ્લાં છ મહિના થઈ ગયા છે. હવે આજુબાજુના રસ્તાઓ ઉપર ટ્રાફિક કરી નવાં વેપારીઓ શાકભાજીનું વેચાણ કરે છે. માર્કેટ તોડવા અગાઉ પ્રાંત અધિકારીઍ શાકભાજીના વેપારીઓને જલારામ ખમણથી શિશુ વિહાર સુધી જગ્યા ફાળવતા વેપારીઓ તેની અંદર ધંધો કરતા આવ્યા છે. શાકભાજી માર્કેટમાં કપડાં, ગંજી, ચડ્ડી, મોજાં, રૂમાલ અને કટલરીનો ધંધો કરતાં લોકો પોતાની જગ્યા ઉપર હવે શાકભાજીનો ધંધો કરતા થઈ ગયા છે. જેના કારણે શાકભાજી વેચતા વેપારીઓમાં ભારે આક્રોસ જોવા મળી રહ્ના છે. માર્કેટમાં જગ્યા ઉપર કપડા, વાસણ કે અન્ય ચીજો વેચતા ધંધો કરનારાઓ શાકભાજી વેચતા માર્કેટમાં જગ્યાઓ રોકી દેતા શાકભાજી માર્કેટમાં વર્ષોથી શાકભાજીનો ધંધો કરનારા વેપારીઓમાં ભારે રોષ દેખાઈ રહ્ના છે. આ તકનો લાભ લઇ કેટલાક લુખ્ખા તત્વો ઈસમો પણ શાકભાજીના વેપારીઓને ધરાવી રહ્ના છે. આવા લુખ્ખા તત્વોને રસ્તા પરથી હટાવવામાં નહીં આવે તો શાકભાજીના તમામ વેપારીઓ રસ્તા પર બેસી વિરોધ કરવાની ચીમકી ઉચ્ચારી છે.