Vishesh News »

વલસાડના ૧૩ ગામોના વિકાસકાર્યો માટે રૂ. ૨૦.૩૫ કરોડની ગ્રાન્ટ

(દમણગંગા ટાઈમ્સ પ્રતિનિધિ) વલસાડ, તા. ૬ઃ વલસાડના ૧૩ જેટલા ગામોના સરપંચોઍ ખખડધજ થઈ ગયેલા રસ્તા માટે વલસાડના ધારાસભ્યને રજૂઆત કરતા ગુજરાતના મુખ્યમંત્રીઍ વલસાડના ૧૩ ગામો માટે ૨૦.૩૫ કરોડની ગ્રાન્ટ મંજૂર કરાતા ગ્રામજનો આનંદમાં આવી ગયા છે. વલસાડ તાલુકાના ૧૩ જેટલા ગામોના સરપંચો આગેવાનો સભ્યોઍ વલસાડના ધારાસભ્ય ભરતભાઈ પટેલને ખખડધજ થઈ ગયેલા રસ્તાઓ માટે લેખિતમાં રજૂઆત કરી હતી. જે રજૂઆતને ધ્યાનમાં રાખી વલસાડના ધારાસભ્યોઍ ગુજરાતના મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલે દરખાસ્ત કરી હતી. સરકારે ૧૩ ગામના રસ્તાઓના રિસર્ફેસિંગ માટે રૂ.૨૦.૩૫ કરોડની માતબર ગ્રાન્ટને લીલીઝંડી આપી મંજૂરીની મહોર મારતા ગ્રામજનોમાં આનંદની લાગણી પ્રસરી ગઇ છે. વલસાડના ૧૩ ગામોમાં કુંડી, સરોણ રૂ. ૫૦ લાખ, વાઘલધરા વાસણ, ખાપરવાડા રૂ. ૩૩૦ લાખ, ડુંગરી, રોલા, વાસણ રોડ ૩૨૦ લાખ, મેહ અટાર દિવેદ સાઇનામાઇડ ૮૫ લાખ, ઘડોઇગંગાજી રોડ ૧૬૫ લાખ, સરોધી હાઇવેથી જોઇનિંગ પાલણ ૩૩૦ લાખ, સેગવી હાઇસ્કુલ જોઇનિંગ સિવિલ રોડ ૬૦ લાખ, ધમડાચી ગામતળ રોડ ૪૫ લાખ, સેગવી કુંભારવાડથી મોટા સુરવાડા ૮૦ લાખ, તિથલ રાજા ઓવારાથી સાઇબાબા મંદિર રોડ ૧૦૦ લાખ, વાઘલધરા વાસણ મુખ્યરોડથી રિવર રોડ ૬૦ લાખ, ઘમડાચી પીરૂ ફ.થઈ ઘડોઇગંગાજી રોડ ૧૬૫ લાખ, સરોધી હાઇવેથી જોઇનિંગ પાલણ ૩૩૦ લાખ, સેગવી હાઇસ્કુલ જોઇનિંગ સિવિલ રોડ ૬૦ લાખ, ધમડાચી ગામતળ રોડ ૪૫ લાખ, સેગવી કુંભારવાડથી મોટા સુરવાડા ૮૦ લાખ, તિથલ રાજા ઓવારાથી સાઇબાબા મંદિર રોડ ૧૦૦ લાખ, વાઘલધરા વાસણ મુખ્યરોડથી રિવર રોડ ૬૦ લાખ, ઘમડાચી પીરૂ ફ.થઈ જોઇનિંગ ઘડોઇ રોડ ૩૫૦ લાખ, કુંડી હાઇવેથી હાજી તળવ રોડ સુધીના રસ્તાઓ મંજૂર થતા ગ્રામજનો આનંદમાં આવી ગયા છે.