Vishesh News »

પારડીનો યુવક માતાની ટકોર બાદ મામાને ત્યાંથી નોકરીઍ જવાનું કહી ગુમ

(દમણગંગા ટાઈમ્સ પ્રતિનિધિ) વલસાડ, તા. ૦૬ ઃ વલસાડ જિલ્લાના પારડી તાલુકાના મોતીવાડા ગામના સ્કૂલ ફળિયામાં રહેતા ૩૬ વર્ષીય ચેતનભાઈ કિશનભાઈ પટેલના લગ્ન થઈ ગયા બાદ તેમની માતા રમીલાબેન તેમને વારંવાર જણાવતી કે આ ઘર મારૂ છે. તમારે અહીયા રહેવુ નહી અને રૂમ રાખીને બીજી જગ્યાઍ રહો ઍવી વાત કરતા ચેતનભાઈને ખોટુ લાગી આવતા તા. ૧૬ જાન્યુઆરી ૨૦૨૪ના રોજ તેમના મામા વિમલ રમણભાઈ પટેલ (રહે. રેંટલાવ, ર્ટનિંગ પોઈન્ટ, રેંટલાવ ગ્રામ પંચાયતની પાસે, તા. પારડી, જિ.વલસાડ)ના ઘરે રહેવા માટે ગયા હતા. ત્યાંથી તા. ૧૭ જાન્યુઆરીના રોજ નોકરી પર જાઉં છું તેમ કહીને ક્યાંક ચાલી ગયા હતા. જેઓ પરત ન ફરતા સગા સંબંધી અને મિત્ર વર્તુળમાં તપાસ કરી પરંતુ તા. ૨૭ જાન્યુ. સુધી કોઈ પત્તો ન લાગતા પારડી પોલીસ મથકે પરિવારજનોઍ જાણ કરી હતી. ગુમ થનાર ચેતન પટેલ પાંચ ફૂટ ત્રણ ઈંચ ઉંચાઈ, ગોરો વર્ણ, મજબૂત બાંધો અને જમણી આંખની નીચે મસો ધરાવે છે. શરીરે લાઈટ મરૂન કલરનો આખી બાયનો શર્ટ અને બ્લ્યુ કલરનું પેન્ટ અને સ્પોર્ટસ શુઝ પહેર્યા હતા. જે ગુજરાતી, હિન્દી અને અંગ્રેજી ભાષા જાણે છે. જે કોઈને પણ તેમની ભાળ મળે તો પારડી પોલીસ મથકે જાણ કરવા અખબારી યાદીમાં જણાવાયું છે.