Vishesh News »

નવેરામાં ગ્રામજનોનું કલેકટરને આવેદનપત્ર

(દમણગંગા ટાઈમ્સ પ્રતિનિધિ) વલસાડ, તા. ૦૬ ઃ નવેરાગામની સરકારી જમીનમાં વિજ્ઞાન કેન્દ્ર પ્રોજેક્ટ જિલ્લા કલેકટર દ્વારા જમીન ફરવાના મામલે ગ્રામજનોઍ નારાજગી સાથે આ જગ્યા અન્ય સરકારી જમીન ખસેડવાની ગ્રામજનોઍ માગણી સાથે આજરોજ જિલ્લા કલેકટરને આવેદનપત્ર પતાવ્યું હતું. નવેરાગામના ગ્રામજનોઍ આજરોજ વલસાડ જિલ્લા કલેક્ટરને આવેદનપત્ર પાઠવી જણાવ્યું કે વલસાડ જિલ્લા વિજ્ઞાન કેન્દ્રના પ્રોજેક્ટ માટે વલસાડ જિલ્લા કલેક્ટર દ્વારા નવેરાગામે આવેલી સરકારી જમીન ફાળવવામાં આવી હતી. જોકે આ સરકારી જમીનમાં સરકારી પ્રાથમિક શાળા તમામ નાના મોટા કાર્યક્રમો તાલુકા-જિલ્લા કક્ષાના કાર્યક્રમો કરવામાં આવે છે. તો બીજી તરફ મંદિરનો પણ ગ્રામજનો કરતા આવ્યા છે. ગામમાં અન્ય ચાર જેટલી સરકારી ખુલ્લી જગ્યા પણ આવેલી છે. વિજ્ઞાન કેન્દ્રને અન્ય સરકારી જમીનમાં ખસેડવાની માંગણી કરી છે. જોકે આ અંગે અધિક કલેકટરે ગ્રામજનોની સ્થળની મુલાકાત કર્યા બાદ નિર્ણય લેવાની ખાતરી આપી હતી.