Vishesh News »

સ્વચ્છતા સર્વેક્ષણમાં વાપી પાલિકા રાજયમાં પ્રથમ

(દમણગંગા ટાઈમ્સ પ્રતિનિધિ) વાપી, તા. ૧૧ ઃ સ્વચ્છતા સર્વેક્ષણ ૨૦૨૩ના પરિણામો જાહેર થયા છે. જેમાં દેશની તમામ ૪,૪૧૬ નગરપાલિકાઓમાંથી ૧૦૨મા ક્રમાંક અને ગુજરાત રાજયની ૧૫૬ નગરપાલિકામાંથી વાપી નગરપાલિકાઍ પ્રથમ ક્રમાંક આવ્યો છે. તથા સર્ટિફિકેશન ક્રાઈટેરીયામાં ગુજરાત રાજયની તમામ નગરપાલિકાઓમાં વાપી નગરપાલિકાઍ ગાર્બેજ ફ્રી સીટી માં ૧ સ્ટાર અને અોપન ડિફેકશન ફ્રી સીટીમાં અોડીઍફ††† મેળવ્યો છે. આમ સતત ૨૦૧૭ થી ૨૦૨૪ સુધીના સ્વચ્છતા સર્વેક્ષણ માં નંબર વન તરીકે વાપી નગરપાલિકા આવી રહી છે. જે અંગે વાપી પાલિકાના ચીફ ઓફિસર શૈલેષભાઈ પટેલ, સેનેટરી ઇન્સ્પેક્ટર ચેતનસિંહ પરમાર, પાલિકા પ્રમુખ કાશ્મીરા શાહ, આરોગ્ય વિભાગના ચેરમેન સુરેશભાઈ પટેલ તથા ઉપપ્રમુખ અભય શાહ, કારોબારી ચેરમેન મિતશભાઈ દેસાઈની ટીમ વર્ક બનાવી કામ કર્યુ હતું. અને સફાઈ કામદારોની ભારે મહેનત અને પ્રયત્નથી આ સિધ્ધિ પ્રા કરી છે. પ્રા વિગત મુજબ આજે સમગ્ર દેશ અને ગુજરાત રાજ્યની તમામ મહાનગરપાલિકા અને નગરપાલિકાઓની કુલ ૪,૪૧૬ જેટલીમાં સ્વચ્છતા સર્વેક્ષણ ૨૦૨૦ના પરિણામો જાહેર કરવામાં આવ્યા છે. જેમાં વાપી નગરપાલિકાઍ સતત ૨૦૧૭ થી ૨૦૨૩ સુધીના વર્ષ દરમિયાન રાજ્યમાં પ્રથમ ક્રમે આવી રહી છે. જેનું મુખ્ય કારણ વાપી નગરમાં પાલિકા દ્વારા ડોર ટુ ડોર કચરો ભેગો કરવો, રોડ રસ્તા તેમજ ગટરની સાફ-સફાઈ કરવી તથા ડમ્પીંગ સાઈડ ઉપર આ ભેગો થયેલો કચરાને છૂટો કરી તેનો યોગ્ય નિકાલ કરવો તેમજ વાપી નગરના મુખ્ય માર્ગ ઉપર આવેલ દીવાલો ઉપર ભાતચિત્ર દોરવું તથા પાલિકાના દરેક વિસ્તારને શોચાલય નહીં હોય તેવા વિસ્તારોમાં ઘર ઘર શૌચાલય બનાવી આપવા તેમજ જાહેર શૌચાલયો ઉભા કરી વાપી શહેરને સ્વચ્છ રાખવામાં આવતા સ્વચ્છતા સર્વેક્ષણ અંગેની દિલ્હીથી આવેલ ઍજન્સીની ટીમ તેમજ રાજ્યના સ્વચ્છતા સર્વેક્ષણ ટીમને વાપી નગરપાલિકા હદ વિસ્તારમાં પહોંચી અંગત નાગરિકોના અભિપ્રાય લીધા બાદ પોઈન્ટો અપાયા છે. જેને આધારે રાજ્યમાં આવેલી ૧૫૬ જેટલી નગરપાલિકાઓમાંથી પ્રથમ સ્થાને જ્યારે દેશની નગરપાલિકા અને મહાનગરપાલિકા મળી કુલ ૪૪૧૬ માંથી ૧૦૨ મો ક્રમાંક મેળવ્યો છે તો સાથે સાથે ગુજરાત રાજ્યમાં આવેલી ૧૬૫ નગર પાલિકાઓમાંથી મહા નગર પાલિકામાં સાતમો અને ઍ ગ્રેટની નગરપાલિકાઓમાં પ્રથમ સ્થાન મેળવ્યું છે ઉલ્લેખનીય છે કે, રાજ્યમાં આવેલી ૧૫૬ નગરપાલિકા પૈકી વાપી અને વલસાડ ઍ ગ્રેડની નગરપાલિકા છે. પારડી અને ઉમરગામ નગરપાલિકા સી ગ્રેડમાં છે. જ્યારે ધરમપુર નગરપાલિકા ડી ગ્રેડમાં છે. આ સફળતાનો શ્રેય આરોગ્ય વિભાગના સૌ કોઈનો ઃ પાલિકા પ્રમુખ કાશ્મીરા શાહ સ્વચ્છતા સર્વેક્ષણ-૨૦૨૩ના આજે જાહેર થયેલા પરિણામોમાં સમગ્ર દેશમાં વાપી નગરપાલિકાઍ ૧૦૨મો ક્રમાંક અને ગુજરાત રાજ્યમાં મહાનગરપાલિકા તથા નગરપાલિકાઓમાં સાતમો તથા નગરપાલિકાઓમાં પ્રથમ સ્થાન સાથે ગાર્બેજ ફ્રી સીટીમાં પણ પ્રથમ વખત વન સ્ટાર અને જાહેર શૌચાલયની સુવિધામાં ઓડીઍફ ડબલ પ્લસ મેળવ્યો છે. આ અંગે વાપી નગરપાલિકાના પ્રમુખ શ્રીમતી કાશ્મીરાબેન શાહે આ સફળતાનો શ્રેય વાપી નગરપાલિકાના આરોગ્ય વિભાગના સફાઈ કર્મચારી, સુપરવાઇઝર, સેનેટરી ઇન્સ્પેક્ટરને આભારી હોવાનું જણાવ્યું હતું. તેઓઍ પાલિકાના ચીફ ઓફિસરના માર્ગદર્શન હેઠળ ડોર ટુ ડોર કચરો ભેગો કરવો રોડ રસ્તાની સફાઈ કરવી તેમજ રોજનો કચરાને આધુનિક પણે ડમ્પીંગ સાઈડ ઉપર પ્રોસેસ કરી કચરાને છૂટો પાડી તેનો યોગ્ય નિકાલ કરવામાં આવી રહ્ના છે. તેમજ વાપી પંથકના તમામ વિસ્તારોમાં ૬૦ જેટલા સફાઈ કર્મચારીઓ પહોંચી ગાર્ડન તેમજ પોકેટ ગાર્ડન, ડિવાઇડર ઉપર લગાવેલ છોડો અને સાફ-સફાઈ કરવામાં આવે છે તેમજ ખાનગી ઍજન્સી દ્વારા દરેક વિસ્તારમાં પહોંચી નાટક રજૂ કરી લોકોને સ્વચ્છતા અંગે જાણકારી આપવામાં આવે છે. જેના કારણે વાપી નગર સ્વસ્થ અને સુંદર રહેતા દિલ્હીની સ્વચ્છતા સર્વેક્ષણ ઍજન્સી દ્વારા તમામ માપદંડોને ધ્યાને લઈ વાપીને ઉપરોક્ત ક્રમાંક અપાયો છે વાપીમાં કચરાના નિકાલની અદ્યતન પદ્ધતિને કારણે પરીણામ ઃ સુરેશ પટેલ આજે સ્વચ્છતા સર્વેક્ષણ- ૨૦૨૩ના જાહેર થયેલા પરિણામમાં વાપી નગરપાલિકાઍ મેળવેલ સિદ્ધિ બદલ આરોગ્ય સમિતિના ચેરમેન સુરેશભાઈ પટેલના જણાવ્યા મુજબ વાપીમા રોજે રોજ ડોર ટુ ડોર કચરો ભેગો કરવો, રોડ રસ્તાની સફાઈ કરવી, કચરાને ભેગો કરી ચંડોર ડમ્પીંગ સાઈડ ઉપર લઈ જઈ આધુનિક મશીન વડે તેનો યોગ્ય નિકાલ કરવો અને તેમાંથી ખાતર છૂટું પાડી પ્લાસ્ટિક તથા અન્ય કચરાને સિમેન્ટ ફેક્ટરીમાં મોકલાવવામાં આવે છે. જેવી કામગીરી કરવામાં આવે છે. જેમાં પાલિકાના તમામ સફાઈ કામદારોનો સંપૂર્ણ સહકાર મળતા દેશની ૪૪૧૬ નગરપાલિકામાંથી ૧૦૨મો અને ગુજરાત રાજ્યની ૧૫૬ નગરપાલિકામાં પ્રથમ તેમજ મહાનગરપાલિકા અને નગરપાલિકાઓ ૧૬૫માંથી ૭ નંબર વાપી નગરપાલિકાઍ મેળવવી આ સિદ્ધિ મેળવવામાં સફળતા મળી છે.