Vishesh News »

પલસાણામાં બિમારીથી પિડીત શ્રમીક યુવતીઍ ફાંસો ખાધો

(દમણગંગા ટાઈમ્સ પ્રતિનિધિ) પારડી, તા. ૦૫ ઃ પારડી તાલુકાના પલસાણાગામમાં આવેલ ઍક વાડીમાં કપરાડા તાલુકાના ઍકલેરાગામની ૨૦ વર્ષીય આદિવાસી સમાજની યુવતી ગળે ફાંસો ખાઈ બીમારીના કારણે આત્મહત્યા કરી હતી. યુવતીના પિતાઍ આ બાબતની સંપૂર્ણ જાણકારી પારડી પોલીસમાં આપી હતી. અહીં પલસાણા ગામમાં ભંડારવાડ ખાતે આવેલ બાબુભાઈ ગાંડાભાઈ પટેલની ચીકુવાડીમાં આવેલ ચીકુના ઝાડની ડાળીમાં સારિકા ધર્માભાઈ સોનજીભાઈ ખાલીયા જાતે વારલી ઉ.વ. ૨૦ રહે. ઍકલેરાગામ, બરડા ફળિયા, તાલુકા કપરાડા ચીકુના ઝાડ સાથે દુપટ્ટો બાંધી ગળે ફાંસો ખાઈ આત્મહત્યા કરી હતી. જે અંગેની જાણકારી યુવતીના પિતા ધર્માભાઈને થતા તેઓ આવી પહોંચ્યા હતા અને ઍમની યુવતી પગના સોજાની બીમારીથી પીડાતી હોય જેથી આ પગલું ભર્યું હોવાનું તેઓઍ પારડી પોલીસ સમક્ષ આપેલી જાહેરાતમાં જણાવ્યું હતું અને ઉપરોક્ત બનાવનાર હકીકત અંગેની પણ જાણ કરી હતી. જેથી પારડી પોલીસે આકસ્માત મોત દાખલ કરી આ બનાવ અંગેની તપાસ હાથ ધરી હતી. સારિકાબેન કે જે બાબુભાઈની વાડીમાં મજૂરી કામ કરતી હતી અને આત્મહત્યા કરી ગઈ હતી. કપરાડાથી મોટાભાગે લોકો કામ અર્થે પારડી તાલુકામાં આવતા હોય છે. આવા બનાવ અગાઉ પણ બની ચૂક્યા છે. પારડી પોલીસે આ બાબતે સરકારી દવાખાનામાં પારડી મુકામે યુવતીનું પીઍમ કરવા મૃતદેહ મોકલ્યું હતું.