Vishesh News »

નરોલીની વાડીમાંથી મહિલાની લાશ મળી

(દમણગંગા ટાઈમ્સ પ્રતિનિધિ) સેલવાસ, તા. ૦૫ ઃ મળતી માહિતી મુજબ નરોલીમાં બ્લુ સ્ટાર હોટલની પાછળના આંબાની વાડી માંથી મહિલાની લાશ મળી આવી હતી. મહિલાની ઓળખ સંગીતા હળપતિ ઉ.વ ૪૨ વર્ષ, રહે નરોલી હવેલી ફળીયા તરીકે થઈ છે. લાશ મળવાની માહિતી મળતાં જ ઍસ.ડી.પીઓ સિદ્ધાર્થ જૈન, નરોલી પોલીસ સ્ટેશનના પી.ઍસ.આઈ શશિ સિંહ પોલીસ ટીમ સાથે ઘટનાસ્થળે પહોંચ્યા હતા. પોલીસે મૃતદેહને કસ્ટડીમાં લઈ પોસ્ટમોર્ટમ માટે સેલવાસની શ્રી વિનોબા ભાવે સિવિલ હોસ્પિટલમાં મોકલી આપ્યો હતો. મરનાર મહિલા સવારે તેના ઘરેથી નીકળી હતી. લાંબા સમય બાદ પણ મહિલા ઘરે ન પહોંચતા પરિવારજનોઍ તેની શોધખોળ શરૂ કરી હતી.આ દરમિયાન નરોલી બ્લુ સ્ટાર હોટલની પાછળ વાડી માં મહિલાની લાશ મળી આવી હતી. આ સમાચાર ફેલાતા જ લોકો ત્યાં ઍકઠા થવા લાગ્યા. લોકોઍ પોલીસને જાણ હતી. પોલીસની ટીમે ઘટનાસ્થળે પહોંચી લાશનો કબજો મેળવ્યો હતો. મહિલાનું મૃત્યુ કેવી રીતે અને કયા સંજોગોમાં થયું,હત્યા છે કે આત્મહત્યા કે સામાન્ય મૃત્યુ થયું છે ઍની તપાસ પોલીસ કરી રહી છે.