Vishesh News »

કરવડ રોડ પર કારમાંથી હાથ કાઢવા જતાં હાથ કપાયો

(દમણગંગા ટાઈમ્સ પ્રતિનિધિ) વાપી, તા. ૦૫ ઃ વાપીના કરવડ રોડ ઉપરથી પસાર થતી ઍક મારુતિ ઇકો કારમાંથી યુવાને પોતાનો હાથ બહાર કાઢતા જ બાજુમાંથી પસાર થતાં અજાણ્યા વાહનની અડફેટમાં આવતા યુવકનો હાથ કપાય રસ્તા પર પડ્યો હતો. જેથી વાપીની હોસ્પિટલમાં સારવાર બાદ વધુ સારવાર માટે સુરતની હોસ્પિટલમાં દાખલ કરાયો ઘટનાને પગલે સમગ્ર કરવડ વિસ્તારમાં ભારે ચકચાર મચી જવા પામ્યો હતો. આધારભૂત સૂત્રો દ્વારા મળતી માહિતી મુજબ વાપી નજીકના છીરીગામે આવેલ વલ્લભનગરમાં રહેતા સંદીપ નામના ઍક ૨૦ થી ૨૨ વર્ષના યુવાન તેના ૧૦ જેટલા મિત્રો સાથે ગઈકાલે ઇકો કારમાં દાદરા નગર હવેલીની સહેલાણીઍ પહોંચ્યા હતા અને મોડી સાંજે પરત આવતી વખતે તેમની ઇકો કાર કરવડથી વાપી તરફ આવી રહી હતી. તે દરમિયાન સંદીપે ઇકો કારમાંથી તેનો ઍક હાથ બહાર કાઢતા જ બાજુમાંથી પસાર થતાં કોઈ અજાણ્યા વાહને તેને ટક્કર મારતા તેનો હાથ અડધો કપાઈને રસ્તા પર પડ્યો હતો. ત્યારબાદ તાત્કાલિક તેને સારવાર માટે વાપીની ચલા સરકારી હોસ્પિટલમાં અને ત્યાંથી વધુ સારવાર માટે હરિયા હોસ્પિટલમાં દાખલ કરાયા હતાં. જ્યાં ઘણા સમય બાદ યુવકનો કપાયેલો હાથ સ્થાનિક લોકો શોધી લાવ્યા અને તેને વ્યવસ્થિત પેક કરી આ હાથને જોડવા માટે સુરતની હોસ્પિટલમાં ઘાયલ સંદીપને વધુ સારવાર માટે લઈ જવાયો હતો જ્યાં ડોક્ટરોઍ શસ્ત્રક્રિયા કરી તેનો હાથ ફરીથી જોડવાની પ્રક્રિયા શરૂ કરી હોવાનું જાણવા મળી રહ્નાં છે. સ્થાનિક લોકોની ચર્ચા મુજબ આ ૧૦ મિત્રો ગઈકાલે કોઈ અગત્યની બેઠક છીરી ખાતેયોજી અને ત્યાંથી તમામ મિત્રો ઍક ફૂફૂણૂં કારમાં દાદરા નગર હવેલીના સેલવાસ ખાતે પહોંચ્યા હતા અને ત્યાંથી મોડી રાત્રે પરત ફરતી વખતે ઉપરોક્ત ઘટના બની હોવાનું જાણવા મળ્યું હતું. જોકે ઘટના બનતા જ ઇકો કારમાં તેની સાથે સવાર મોટાભાગના યુવાનો ઘટનાસ્થળેથી ભાગી ગયા હતાં.