Vishesh News »

લીલાપોર કોસ્ટલ પર અોવરટેકની લ્હાયમાં નવસારીના બે વિદ્યાર્થીઅોનો કાર અકસ્માત

(દમણગંગા ટાઈમ્સ પ્રતિનિધિ) વલસાડ, તા. ૫ ઃ વલસાડના લીલાપર કોસ્ટલ હાઇવે પર નવસારીમાં ઍન્જિનિયરમાં ભણતા બે વિદ્યાર્થીઓ અર્ટીગા કારમાં ઘરે જતી વખતે ઓવરટેક કરવાની લાઇનમાં ટ્રક સાથે ભડાકાભેર અથડાતા બંને વિદ્યાર્થીને ઈજા થતા ૧૦૮ ઍમ્બ્યુલન્સમાં વલસાડની કસ્તુરબા હોસ્પિટલમાં સારવાર વખતે દાખલ કરવામાં આવ્યા છે. સમગ્ર ઘટના લીલાપોર હાઇવે પર આવેલા પેટ્રોલપંપના સીસીટીવી કેમેરામાં કેદ થઈ ગયા હતા. વલસાડ નજીક આવેલા લીલાપોર સેન્ટ્રલ પાર્કમાં વિનીતભાઈ પ્રજાપતિ ઉ.વ. ૨૨ રહે છે. આજે બપોરે આશરે ૧૨ઃ૩૦ કલાકે તેના મિત્ર આયુષ રાજુભાઈ ટંડેલ ઉ.વ.૨૨ને લેવા માટે પોતાની અર્ટિકા કાર નંબર જીજે-૧૫-સીઍ-૩૭૧૧ લઈને ધરાસણા લેવા માટે ગયો હતો. આયુષ ટંડેલને લઈને પરત અર્ટીકા કાર લઇ વલસાડ તરફ જઈ રહ્ના હતો. તે દરમિયાન વલસાડ છરવાડા કોસ્ટલ હાઇવે પર આવેલ તેજ પેટ્રોલ પમ્પ પાસે પહોંચતા વિનીત પ્રજાપતિઍ આગળ ચાલતી કારને ઓવરટેક કરવા જતા સામેથી આવી રહેલી ટ્રક સાથે વિનીત પ્રજાપતિની અર્ટિકા કાર ધડાકાભેર અથડાઈ હતી. જેમાં અર્ટિકા કારમાં સવાર બંને ઍન્જીયરીગ ભણતા વિદ્યાર્થીઓને હાથ,પગ અને મોઢાના ભાગે ગંભીર ઇજા થતા રાહદારીઓ અને પેટ્રોલ પમ્પના કર્મચારીઓ દોડી ગયા હતા. ૧૦૮ ઍમ્બ્યુલન્સમાં બંને મિત્રોને સારવાર માટે વલસાડની કસ્તુરબા હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. આ બંને મિત્રો નવસારી જિલ્લાના અબ્રામામા જીઆઈડીસી કોલેજમાં ઍન્જીનિયરીગના ત્રીજા વર્ષમાં અભ્યાસ કરતા હોવાનું જાણવા મળ્યું છે.