Vishesh News »

બીલીમોરાના બંને તળાવો સૂકાવાના આરે

(દમણગંગા ટાઈમ્સ પ્રતિનિધિ) બીલીમોરા, તા.૫ ઃ બીલીમોરા નગરપાલિકા વિસ્તારમાં ધોબી તળાવ અને દેસરા, સોમનાથ તળાવને કરોડો રૂપિયાના ખર્ચે વિકસાવાયા હતા. ગત ચોમાસે ૧૭૨૪ મીમી (૬૯ ઇંચ) માતબર વરસાદ વરસ્યો હતો. તેમ છતાં શહેરના બંને તળાવો સુકાઈ જવાને આરે છે. ત્યારે તળાવ યોજનાઓ સામે સવાલો ઉઠવા પામ્યા છે. ગણદેવી તાલુકામાં વર્ષ ૨૦૨૩ દરમિયાન ૧૭૨૪ મીમી (૬૯ ઇંચ) માતબર વરસાદ વરસ્યો હતો. તેમ છતાં ભર શિયાળે બીલીમોરા શહેરના પૂર્વ-પડ્ઢિમ બંને તળાવોમાં પાણીનો સંગ્રહ નહિવત છે. શહેરના પડ્ઢિમે આવેલા ધોબી તળાવનો ઘેરાવો ૧૦૪૪૬ ચોરસ મીટર અને ઊંડાઈ ૬.૨૦ મીટર છે. જેનું ક્ષેત્રફળ ૬૪૭૬૫.૨૦ ક્યુબિક મીટર છે. અને પાણી સંગ્રહની ક્ષમતા ૬૪૭૬૫૨૦૦ લીટર જેટલી છે. આ તળાવમાં સ્વર્ણિમ જયંતિ મુખ્યમંત્રી શહેરી વિકાસ યોજના હેઠળ રૂ. ૨૮.૮૧ લાખના ખર્ચે રબલ પીચિંગનું કામ કરાયું હતું. તે ઉપરાંત તળાવ વિકાસ પાછળ લાખો રૂપિયાનો ધુમાડો કર્યો હતો. તળાવ ફરતે સલામતીના ભાગરૂપે ફેન્સીંગ પણ કરાયું હતું. તેમ છતાં ભર શિયાળે આ તળાવ ખાલીખમ ભાસી રહ્નાં છે. માંડ અડધો ફુટ જેટલું પાણી તળાવ ના તળિયે છે. જેની ઉપર તરતી અશુદ્ધિ ઍવી જળકુંભીનું સામ્રાજ્ય છે. આ તળાવમાં પાણી સંગ્રહનો ઉદ્દેશ્ય પરિપૂર્ણ થયો નથી. જ્યારે નગરપાલિકા ભવન લગોલગ દેસરા સોમનાથ તળાવ આવેલું છે. આ તળાવનો ઘેરાવો ૬૮૭૯ ચોરસ મીટર, ઊંડાઈ ૯.૧૫ મીટર અને ક્ષેત્રફળ ૬૩૯૩૯૨.૮૫ ક્યુબીક મીટર જેટલું છે. તળાવમાં પાણી સંગ્રહની ક્ષમતા ૬૯૯૩૮૫૦ લીટર જેટલી છે. લાખ્ખો રૂપિયાનાં ખર્ચે તળાવનું બ્યુટીફીકેશન થઈ રહ્નાં છે. દેસરા કાવેરી નદી આડબંધ થી પાણી લાવવાનો પ્રોજેક્ટ પણ શરૂ કરાયો હતો. તેમ છતાં ચોમાસાની ઋતુ બાદ પાણી પગ કરી ગયું છે. આમ ભર શિયાળે શહેરના બંને તળાવો સુકાવાને આરે છે. ત્યારે પાણી સંગ્રહનો મૂળભૂત ઉદ્દેશ્ય ફળીભૂત થયો નથી. અને તળાવને પર્યટક સ્થળ તરીકે વિકસાવવાના ઓરતા અધૂરા રહ્નાં છે. જે અંગે પાલિકાના શાસકોની આવડતની સામે સવાલો ઉઠી રહ્ના છે.