Vishesh News »

ચિંતા ઃ પારનેરાના ધો. ૧૦ના વિદ્યાર્થીનું હાર્ટઍકેટથી નિધન

(દમણગંગા ટાઈમ્સ પ્રતિનિધિ) વલસાડ, તા. ૦૪ ઃ વલસાડ પંથકમાં પાછલા બે દિવસમાં તરુણ અને યુવા વયની કુલ ૩ વ્યકિતઅોના આકસ્મિક મૃત્યુ થતાં વલસાડમાં ચકચાર મચી છે. અને નાની ઉમરે હાર્ટઍકેટ બાબતે ચિંતા તથા ચર્ચા પણ જાગી છે. શનિવારે તિથલ રોડ પર જ બે વ્યકિતઅોના હાર્ટ ઍકેટથી આકસ્મિક મોત થયા હતાં જયારે આજે વલસાડ નજીક પારનેરાથી ઍનાથી પણ વધારે ચિંતાજનક સમાચાર પ્રા થયા હતાં જેમાં માત્ર ૧૫ વર્ષના ધો. ૧૦માં અભ્યાસ કરતા વિદ્યાર્થીનું હાર્ટઍકેટથી મૃત્યુ થયુ હોવાનું જાણવા મળ્યું છે. પ્રા માહિતી મુજબ વલસાડના પારનેરાગામના બારચાલી ફળિયામાં રહેતા ધો.૧૦ માં ભણતો ૧૫ વર્ષીય વિદ્યાર્થીનું હાર્ટઍટેકથી મોત નીપજતા ગામમાં શોકની કાલીમાં ફેલાઈ ગઈ છે. વલસાડ તાલુકાના પારનેરાગામના બારચાલી ફળિયામાં આયુષ સુરેશભાઈ રાઠોડ ઉં.વ. ૧૫ રહે છે. આયુષ રાઠોડ વલસાડના જુજવા ગાંધી શાળાના ધોરણ ૧૦માં અભ્યાસ કરે છે. આયુષ રાઠોડનો છેલ્લા ત્રણ દિવસથી પગમાં દુઃખાવોની ફરિયાદ માતાને કરી હતી. જેથી તે ત્રણ દિવસથી શાળામાં રજા પાડી ઘરે આરામ કરતો હતો. ગઈ રાત્રે ઊંઘ નહી આવતા વહેલી સવારે ૪ઃ૩૦ કલાકે તેની માતાઍ નાહવા માટે જણાવ્યા બાદ સુઈ ગયો હતો. જોકે તેને ઊંઘ નહીં આવતા પરિવાર વહેલી સવારે ૬ઃ૦૦ કલાકે આયુષની તબિયત સારી ન હોવાથી નજીકમાં રહેતા પરિવારના સભ્યોને બોલાવ્યા હતા. જોકે આયુષની તબિયત વધુ લથડી પડતા વલસાડની ૧૦૮ ઍમ્બ્યુલન્સને જાણ કરતાં ૧૦૮ ના પાયલોટ બીપીન પટેલ અને ઇ.ઍમ.ટી. ભાવેશ પટેલ ઘટના સ્થળે દોડી જઈ જોયુંતો આયુષ રાઠોડને હાર્ટ ઍટેક આવવાથી તેનું મોત હોવાનું પ્રાથમિક તારણ કાઢ્યું હતું. અચાનક આયુષ રાઠોડનું મોત થતાં પારનેરાગામમાં શોકની કાલીમાં ફેલાઈ ગઈ હતી. અત્રે ઉલ્લેખનીય છે કે શનિવારે વલસાડ આરટીઅો કચેરીમાં કલાર્ક તરીકે ફરજ બજાવતા ૩૫ વર્ષની ઉમરના અને તિથલ રોડ પર આવેલી સરકારે વસાહતમાં રહેતા જીમેશકુમાર ગિરીશભાઈ રાવલ સવારે મોન`ગવોકમાં નિકળ્યા હતાં. ત્યારે લોહાણા સમાજ હોલ પાસે રસ્તા પર ઢળી પડયા હતાં. અને મૃત્યુ પામ્યા હતાં. જયારે ઍ જ દિવસે બીજા ઍક બનાવમાં વલસાડના તિથલ રોડ પર જ આવેલ સાઈ વાટિકા નામના ઍપાર્ટમેન્ટમાં રહેતા રાજેશભાઈ સિંદે સવારે નોકરી પર જઈ રહ્ના હતાં. તે દરમિયાન આહિર સમાજના ગણેશ મંડળ પાસેથી ચાલતા ચાલતા અચાનક ઢળી પડયા બાદ હોસ્પિટલમાં સારવાર માટે દાખલ કરતા ફરજ પરના તબીબે મૃત જાહેર કર્યા હતાં. વલસાડમાં બે દિવસમાં જ આ રીતે ઉપરા-છાપરી હાર્ટઍટેકના બનાવમાં તરુણ અને યુવા વયની વ્યકિતઅોના મોત થતાં વલસાડમાં વ્યાપક ચર્ચા અને ચકચાર જાગી છે.