Vishesh News »

લવાછા રામેશ્વર મંદિરના વિકાસમાં ગ્રામજનોને રસ ઃ ટ્રસ્ટીઅો નિરસ !

(દમણગંગા ટાઈમ્સ પ્રતિનિધિ) વાપી, તા. ૦૪ ઃ લવાછાની દમણગંગા નદી કિનારે રામેશ્વર મહાદેવ મંદિર આવેલું છે. મંદિર પરિસરમાં આવેલ ધર્મશાળાને ૧૦ વર્ષ પહેલાં તોડીને નવી ધર્મશાળા બનાવવાનો પ્લાન ટ્રસ્ટી દ્વારા બનાવવામાં આવ્યો હતો.આજે ૧૦ વર્ષ પછી પણ આ પ્લાન ઉપર કાર્ય ન કરતા ગ્રામજનો અને ભાવિક ભક્તો ભેગા થઈને ટ્રસ્ટીઓ સાથે મંદિરના વિકાસ બાબતે વાર્તાલાપ કરવા માટે ઍક મિટિંગનું આયોજન કરવામાં આવ્યું હતું. મંદિર વિકાસ બાબતે મળેલી મિટિંગમાં ટ્રસ્ટી મંડળમાંથી કોઈ પણ ટ્રસ્ટી હાજર ન રહેતા ગ્રામજનો દ્વારા ટ્રસ્ટીઓઍ ફોન કરતા ફોન ઉપર ઉડાવું જવાબ આપવામાં આવ્યો હૉવાની વિગત બહાર આવી રહી છે.ગ્રામજનો દ્વારા આ મિટિંગ બાબતે તમામ ટ્રસ્ટીઓને અવગત કરાયા હોવા છતાં કોઈ હાજર ન રહેતા લોકોમાં રોષની લાગણી જોવા મળી હતી. ગ્રામજનો અને ભાવિક ભક્તો મંદિર પરિસરમાં ધર્મશાળા, પાણીની કુંડી તરફ જતા પગથિયાં અને બીજી પ્રાથમિક સુવિધા ન હોવાની બાબતે રોષે ભરાયા હતા.મંદિરની આવક-જાવકના હિસાબો બાબતનો પ્રશ્નો પણ ગ્રામજનોઍ ઉઠાવ્યો હતી.આ બધી બાબતોને લઈને ટ્રસ્ટીઓ સાથે ચર્ચા કરવા માટે આજની મિટિંગનું આયોજન કરવામાં આવ્યું હતું. પરંતુ કોઈ પણ ટ્રસ્ટી હાજર ન રહેતા ગ્રામજનો રોષે ભરાયા હતા. ગ્રામજનોઍ જણાવ્યું હતું કે આવનારા સમયમાં ફરીથી ઍક વખત મિટિંગ કરવામાં આવશે અને મંદિર પરિસરના વિકાસ, આવક-જાવકને લઈને જે પ્રશ્નો ગ્રામજનો ઉઠાવી રહ્ના છે ઍના ઉપર ચર્ચા કરવામાં આવશે.