Vishesh News »

વાપી મહાનગરપાલિકા બનતાં તાલુકાનો દરજ્જા જાખમાશે ?

(દમણગંગા ટાઈમ્સ પ્રતિનિધિ) વાપી, તા. ૦૪ ઃ વાપી નગરપાલિકાનું મહાનગર પાલિકામાં રૂપાંતર થવા જઈ રહ્નાં છે અને તેમાં વાપી તાલુકાના લગભગ ૭ જેટલા ગામોનો સમાવેશ કરાશે તો વાપી તાલુકા પંચાયત અને તાલુકાનું અસ્તિત્વ જોખમમાં મુકાશે. પ્રા વિગત મુજબ ગત ગુજરાત રાજ્યનું બજેટ રજૂ કરતી વખતે ગુજરાત રાજ્યના નાણાં, ઊર્જા અને પેટ્રોકેમિકલ્સ વિભાગના કેબિનેટ મંત્રી કનુભાઈ દેસાઈ દ્વારા રાજ્યની આઠ નગરપાલિકાઓનું મહાનગરપાલિકામાં રૂપાંતર થવા અંગેની જાહેરાત કરવામાં આવી હતી. જેમાં વલસાડ જિલ્લાના વાપી તાલુકામાં આવેલ વાપી નગર પાલિકાને પણ મહાનગરપાલિકા બનાવવાની જાહેરાત કરાઈ હતી. જો કે હાલમાં વાપી નગરપાલિકા હદ વિસ્તારમાં ચલા, વાપી ટાઉન અને ડુંગરાનો વિસ્તાર છે. જોકે મહાનગરપાલિકા બનાવવામાં આવશે જે અંગે ટૂંક સમયમાં જ ગેજેટ બહાર પાડી વાપી નગરપાલિકાની હદ વિસ્તારની આજુબાજુમાં આવેલ નામધા, ચંડોર બલિઠા, સલવાવ, છરવાડા, છીરી, ચણોદ અને વાપી નોટિફાઇડનો રહેણાંક વિસ્તારને સમાવેશ કરી મહાનગરપાલિકા બનાવવામાં આવશે.પરંતુ હાલમાં વાપી તાલુકા પંચાયતમાં કુલ ૨૦ જેટલી તાલુકા પંચાયતની બેઠક છે જેમાંથી બહાર જેટલી બેઠકો દૂર થશે. જેથી વાપી તાલુકાનું અસ્તિત્વ મટી જવાની પણ શક્યતા દેખાઈ રહી છે. જોવા જઈઍ તો વાપી તાલુકા પંચાયતની બેઠક જે વાપી મહાનગરપાલિકા માં સમાવેશ થાય છે. જેમાં ચંડોરની ૧, બલીઠા ગ્રામ પંચાયતની ૨, સલવાવ ૧, છરવાડા ૨, છીરી ની ૩, ચણોદની ૩ બેઠકો દૂર થશે જ્યારે જિલ્લા પંચાયતની બલીઠા અને ચણોદ તેમજ સલવાવની બેઠક પણ દૂર થવાની શક્યતા છે આમ જોઈઍ તો વાપી મહાનગરપાલિકા બનશે સાથે વાપી તાલુકાનું અસ્તિત્વ પણ દૂર થાય તેવી શક્યતા દેખાઈ રહી છે.