Vishesh News »

પારડી પોલીસ સ્ટેશનમાં ઈવીઍમ અંગે તાલીમ અપાઈ

(દમણગંગા ટાઈમ્સ પ્રતિનિધિ) પારડી, તા. ૦૪ ઃ લોકસભાની ચૂંટણી ટૂંક સમયમાં જાહેર થવાની સંભાવના હોય આ ચૂંટણીના પગલે વલસાડ જિલ્લા કલેકટર દ્વારા ઈવીઍમ મશીનમાં મતદાન અંગેની જાણકારી મતદાર ભાઈ-બહેનોને આપવામાં આવી રહી છે તો બીજી તરફ સરકારી કર્મચારીઓને પણ જાણકારી આપવામાં આવી રહી છે. પારડી પોલીસ મથકમાં ઈવીઍમ મશીનની જાણકારી આપવામાં આવી હતી. પારડી પોલીસમાં ફરજ બજાવતા તમામ કર્મચારીઓને ઈવીઍમમાં કેવી રીતે મતદાન કરવું ઍ અંગેની જાણકારી આપવામાં આવી હતી અને મશીનનો ડેમો બતાવવામાં આવ્યો હતો. પારડી મામલતદાર કચેરીમાંથી આવેલા કર્મચારીઓઍ ઈવીઍમ મશીનની જાણકારી આપી હતી. પોલીસ મથકના પીઆઈ બી.જે. સરવૈયા સહિત તમામ પોલીસ મથકના કર્મચારીઓના પરિવારજનોને પણ મતદાન મશીન અંગેની જાણકારી આપવામાં આવી હતી.