Vishesh News »

ગુંદલાવ હાઇવે પર ટ્રિપલ અકસ્માત ઃ ૨ ના મોત, ૫ ઘાયલ

(દમણગંગા ટાઈમ્સ પ્રતિનિધિ) વલસાડ, તા. ૦૪ ઃ વલસાડના ગુંદલાવ ચોકડી ઓવરબ્રિજ હાઇવે પર મુંબઈથી સુરત તરફ પુરપાટ ઝડપે જઈ રહેલો પિકઅપ ટેમ્પોના ચાલકે સ્ટેરીંગ પરથી કાબુ ગુમાવી દેતા ટેમ્પો ડિવાઈડર કુદી સામેથી આવતો આઈસર ટેમ્પો અને કાર સાથે ધડાકાભેર અથડાતા ગંભીર અકસ્માત સર્જાયો હતો. આ ગંભીર અકસ્માતમાં કારમાં સવાર બે લોકોના ઘટના સ્થળે જ કમ કમાટી ભર્યું મોત નીપજ્યું હતું. અકસ્માતની ઘટનામાં ૫ લોકોને ઇજા થતા તેમને ૧૦૮ ઍમ્બ્યુલન્સ મારફતે વલસાડની હોસ્પિટલમાં સારવાર વખતે દાખલ કરવામાં આવ્યા છે. ઘટનાની જાણ થતા વલસાડ રૂરલ પોલીસની ટીમ દોડી ગઈ હતી. વલસાડ તાલુકાનાના ગુંદલાવ નેશનલ હાઈવે પર પિકઅપ ટેમ્પો, આઈસર અને કાર વચ્ચે ટ્રિપલ અકસ્માત સર્જાયો હતો. મુંબઈથી સુરત તરફ જઈ રહેલા પીકઅપ ટેમ્પો નંબર જીજે-૦૫-સીયુ- ૩૧૦૩ના ચાલકે અચાનક સ્ટેરિંગ પરથી કાબુ ગુમાવતા ટેમ્પો હાઇવેના ડિવાઈડર કુદીને અમદાવાદથી મુંબઈ તરફ જતા હાઇવે ઉપર પહોંચી ગયો હતો. તે દરમિયાન સામેથી આવતો ઍક આઈસર ટેમ્પો અને કાર સાથે પિકઅપ ટેમ્પો ધડાકાભેર અથડાયો હતો. આ ગંભીર અકસ્માતમાં બે લોકોનું ઘટના સ્થળે કમ કમાટી ભર્યું મોત નીપજ્યું હતું જ્યારે ૫ લોકોને ઇજા થઈ હતી. અકસ્માતની ઘટના બનતા રાહદારીઓ તેમજ આસપાસના લોકો બીજા ગ્રસ્તની મદદે દોડી આવી તાત્કાલિક ૧૦૮ ઍમ્બ્યુલન્સને બોલાવી સારવાર અર્થે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. અકસ્માતની ઘટનામાં મોત નિપજનાર બંન્નેની લાશને પોસ્ટમોર્ટમ માટે અર્થે સિવિલ હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા હતા. આ ગંભીર ટ્રિપલ અકસ્માતની ઘટનામાં બનતા હાઇવે ઉપર ટ્રાફિકજામની જાણ થતાં વલસાડ રૂરલ પોલીસની ટિમ તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી ટ્રાફિક સામાન્ય કરાવ્યો હતો. અને અકસ્માત સર્જાયેલા વાહનોને ક્રેઇનની મદદથી હાઇવેની સાઇડે કરવાની કામગીરી હાથ ધરી છે. આ ઘટના અંગે મરણ જનાર અને ઈજા પામનારના નામો જાણી શકાયા નથી. આ અંગે વલસાડ રૂરલ પોલીસ મથકમાં અકસ્માતની ફરિયાદ નોંધવાની તજવીજ હાથ ધરવામાં આવી છે.