Vishesh News »

ટ્રેનમાં સૂઈ જવું ભારે પડયું ઃ રૂ. ૪૮ હજારની ચોરી

(દમણગંગા ટાઈમ્સ પ્રતિનિધિ) વલસાડ, તા. ૦૪ ઃ અમદાવાદ ચાંદખેડામાં રહેતો પાટીલ પરિવાર સોલાપુર રેલવે સ્ટેશનથી અમદાવાદ જવા માટે સિકંદરાબાદ પોરબંદર ઍક્સપ્રેસ ટ્રેન કોચ નંબર ઍસ-૧ માં મુસાફરી કરતી વખતે સીટ નીચે રાખેલી ટ્રોલી બેગ કોઈ ચોર ઈસમ ચોરી લઈ જતા તેમાં મુકેલા ૪૮ હજાર રૂપિયાના દાગીનાની ચોરી થવા અંગે વલસાડ રેલવે પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી છે. અમદાવાદ ચાંદખેડા અચલ ડ્રીમ હાઉસ આયુષી રોડ પર રહેતા ગોપાલ ઍકનાથ પાટીલ પોતાના પરિવાર સાથે રહે છે. તા. ૩-૨-૨૦૨૪ના રોજ સોલાપુર રેલ્વે સ્ટેશનથી અમદાવાદ જવા સારુ ટ્રેન નં- ૨૦૯૬૭ સિકંદરાબાદ-પોરબંદર ઍકસપ્રેસના કો ચ નં ઍસ/૧ માં સીટ નં, ૪૨,૪૩,૪૪,૪૫ ઉપર મારા પિતાજી ઍકનાથ ઉ.વ.૬ ૦ તથા માતાજી મંગલાબેન ઉ.વ.૪૯ તથા મારી બહેન નામે આરતીબેન ઉ.વ. ૨૫ તથા પત્ની નામે સાયલી ઉ.વ. ૨૧ સાથે બેસી મુસાફરી કરતા આવતા હતા. સોલાપુર રેલ્વે સ્ટેશન થી ટ્રેન ઉપડ્યા પછી ઍક-દોઢ કલાક બાદ સીટ પર સુઈ ગયેલ અને તા. ૦૪/૦૧/૨૦૨૪ ના રોજ કલાક ૦૮.૩૫ વાગ્યે વલસાડ રેલ્વે સ્ટેશન આવતા ઉંઘમાંથી જાગીને જોયેલ તો સીટ નીચે રાખેલ બ્લ્યુ કલરની ટ્રોલી બેગ જોવા નહીં મળી હતી. બેગની અંદર મુકેલા કપડા અને સોનાના દાગીના કિંમત રૂપિયા ૪૮,૦૦૦ મતાની ચોરી થવા અંગે વલસાડ રેલવે પોલીસ સ્ટેશનમાં ચોરી અંગેની ફરિયાદ નોંધાવી છે.