Vishesh News »

નારગોલમાં પદ્મશ્રી કિરણભાઈ વ્યાસનું સન્માન કરાયું

(દમણગંગા ટાઈમ્સ પ્રતિનિધિ) ઉમરગામ, તા. ૦૪ ઃ ઉમરગામ યોગ ક્ષેત્રે નારગોલ ગામના કિરણભાઈ વ્યાસને ભારત સરકાર દ્વારા તાજેતરમાં પદ્મશ્રી પુરસ્કાર આપવાની જાહેરાત કરાઈ છે જેને લઈ સમગ્ર ઉમરગામ તાલુકાની પ્રજામાં આનંદનો માહોલ જોવા મળી રહ્ના છે. પદ્મશ્રી કિરણભાઈનું ભવ્ય સ્વાગત કરવા માટે ગ્રામ પંચાયત તેમજ સ્થાનિક ગ્રામજનો દ્વારા ભવ્ય સ્વાગત સમારોહનું વિશેષ આયોજન ભંડારી સમાજ નારગોલ હૉલ-જગદંબાધામ ખાતે ગત તા ૨/૨/૨૦૨૪ શુક્રવારના રોજ સાંજે ૭ઃ૦૦ કલાકે રાખવામાં આવ્યું હતું. આ સન્માન સમારોહ કાર્યક્રમમાં તાલુકા વિકાસ અધિકારી સી.આર. પઢિયાર, વલસાડ તિથલના મહંત કીર્તિ મહારાજ, નારગોલ ગ્રામ પંચાયતના સરપંચ સ્વીટી ભંડારી, સહિત પંચાયતના સભ્યો, કાળુલકર પ્રતિષ્ઠાન મુંબઈ, ગામના આગેવાનો, વિવિધ સમાજ અને સંસ્થાના હોદ્દેદારો તેમજ જાહેર જનતા સંમેલિત થઈ કિરણભાઈ વ્યાસનું વિશેષ સન્માન કર્યુ હતું. આ કાર્યક્રમમાં નારગોલ સહિત ઉમરગામ તાલુકાના અન્ય ગામોના આગેવાનો પણ કાર્યક્રમમાં હાજરી આપી હતી. શ્રી કિરણભાઈઍ સન્માન કરવા બહુમાન બદલ સવનો આભાર વ્યક્ત કર્યો હતો. પદ્મશ્રી પુરસ્કારની હજી ફક્ત જાહેરાત થઈ છે હજી પુરષ્કાર મળ્યા બાદ નારગોલ ગામમાં ભવ્ય કાર્યક્રમનું આયોજન પણ કરવામાં આવશે તેમ સ્વીટી ભંડારી નારગોલ સરપંચે જણાવ્યું હતું.