Vishesh News »

ધરમપુરમાં ગાંધીમેળાના આયોજન માટે બેઠક યોજાઈ

(દમણગંગા ટાઈમ્સ પ્રતિનિધિ) ધરમપુર, તા. ૦૪ ઃ ધરમપુરની ઍસઍમઍસઍમ હાઇસ્કૂલના મેદાન પર યોજાનાર ૭૫માં ઐતિહાસિક ગાંધી મેળાના આયોજનની ગાંધી વિચાર પ્રસાર ટ્રસ્ટના પ્રમુખ પદ્મશ્રી ગફુરભાઇ બિલખિયાની અધ્યક્ષતામાં યોજાયેલી બેઠકમાં ગાંધીમેળા આયોજનના તમામ પાસાઓની વિગતે ચર્ચાઓ કરી ઐતિહાસિક ગાંધીમેળાને સફળ બનાવવા ગોઠવણ થઈ હતી. ધરમપુરનીઍસઍમઍસઍમ હાઈસ્કૂલમાં ઍસઍમઍસઍમ કેળવણી મંડળ ધરમપુરના પ્રમુખ જીવાભાઈ આહિર, મંત્રી જયેશભાઇ સોલંકી, ટ્રસ્ટી વિજય પાનેરીયા, કોષાધ્યક્ષ કલ્પેશ ભાનુશાલી, ધરમપુર તા.ભાજપ કિસાન મોરચા પ્રમુખ ગમનભાઈ રાઉત, ગાંધી વિચાર પ્રસાર ટ્રસ્ટના ઉપપ્રમુખ ભાણાભાઈ પટેલ, મહામંત્રી નટુભાઈ નાયક તથા અગ્રણીઓ સાથે યોજાયેલી આ બેઠકમાં ગાંધીમેળાને સફળ બનાવવા સૂચનો સાથે વિસ્તૃત ચર્ચાઓ કરાઈ હતી. દક્ષિણ ગુજરાતમાં પરંપરાગત રીતે ગાંધીમેળાનું આયોજન થતું આવ્યું છે. ૭૪ વર્ષથી ભારત ઉત્થાનની પ્રવૃત્તિ માટે તેમની સાથે જોડાયેલા ગ્રામ્ય કારીગરને ઉત્તેજન મળે તથા ભારતીય સંસ્કૃતિ જળવાઈ રહે તેમજ આવનારી પેઢીને ઍમના સંસ્કાર મળે ઍવા શુભહેતુથી ગાંધીમેળા યોજાતા આવ્યા છે.