Vishesh News »

દહેરી ગ્રા.પં.માં મહિલાઓને સીવણ ક્લાસમાં તાલીમ અપાઈ

(દમણગંગા ટાઈમ્સ પ્રતિનિધિ) ઉમરગમ, તા. ૧૧ ઃઉમરગામના દેહરી, ગોવાડા ગામમાં સીવણ ક્લાસના પહેલા દિવસે મશીનની પૂજા કરી, પ્રાર્થના કરી, ૨૫ લાભાર્થી બહેનોને કાતર, મેજર્મેટ, તેમજ મશીનમાં વપરાતી વસ્તુઓ રેખાબેન, તેમજ નીલમબેનના હસ્તે આપવામાં આવી અને સમજૂતી આપી કલાસની સરુવાત કરવામાં આવી. અત્રે ઉલ્લેખની ઍ છે કે, ઉમરગામ તાલુકાના દહેરી ગ્રામ પંચાયત વિસ્તારમાં મહિલાઓ આર્થિક રીતે પગભર બની પરિવારને મદદરૂપ થઈ શકે તે માટે સમય અંતરે ગૃહ ઉદ્યોગમાં સમાવેશ થતા વિવિધ કોર્સની તાલીમ આપવામાં આવે છે. જેમાં મહેંદી ક્લાસ, સીવણ ક્લાસ, બ્યુટી પાર્લર કુકિંગ વગેરેનો સમાવેશ થાય છે. સીવણ ક્લાસની તાલીમ લઈ ઉમરગામ ઉદ્યોગ વિસ્તારમાં તાલીમાર્થી બહેનોને રોજગારની તક પ્રા થાય છે.