Vishesh News »

વાપી હવે મહાનગરપાલિકા

વાપી તારીખ ૨ આજે ગુજરાત રાજ્યના નાણામંત્રી કનુભાઈ દેસાઈ દ્વારા વિધાનસભામાં સતત ત્રીજું બજેટ રજૂ કર્યું હતું જે દરમિયાન રાજ્યના વિકાસ માટેની અનેક જાહેરાતો કરાય છે જેમાં ગુજરાત રાજ્યની આઠ જેટલી નગરપાલિકાને અગામી દિવસોમાં મહાનગરપાલિકા તરીકેનો દરજ્જો આપવામાં આવશે જેવી જાહેરાત કરાઈ છે. જેમાં વાપી નગરપાલિકાને પણ મહાનગરપાલિકા બનાવવા માટેની જાહેરાત કરાતા વાપીવાસીઓમાં ખૂબ જ ઉત્સાહ, આનંદ અને ઉમંગ સાથે વાપી શહેર અને નગરપાલિકા કચેરી સામે ફટાકડા ફોડી મીઠાઈ વહેંચી કનુભાઈ દેસાઈના નિર્ણયને આવકાર્યો હતો. આજે ગુજરાત વિધાનસભામાં રાજ્યના નાણાંમંત્રી અને પારડી વિધાનસભાના ધારાસભ્ય કનુભાઈ દેસાઈઍ આજે વર્ષ ૨૦૨૪-૨૫ માટે ગુજરાત રાજ્યનું બજેટ રજૂ કર્યું હતું જેમાં ગુજરાત રાજ્યની આઠ જેટલી નગરપાલિકાઓને મહાનગરપાલિકાનો દરજ્જો આપવામાં આવશે તેવી જાહેરાત કરી છે. જેમાં દક્ષિણ ગુજરાતના ઍ વન કેટેગરીની વાપી નગરપાલિકાને મહાનગરપાલિકા તેમજ નવસારી નગરપાલિકાને મહાનગરપાલિકા બનાવવાની જાહેરાત કરતા વાપીના શહેરીજનોમાં ખુશીની લહેર વ્યાપી ગઈ છે. આગામી સમયમાં વાપી નગરપાલિકાને મહાનગરપાલિકાનો દરજ્જો મળશે, તેનાથી આ વિસ્તારને અનેકગણો ફાયદો થશે. વાપી તાલુકાના નામધા , ચંડોર બલીઠા છરવાળા છીરી ચણોદ તેમજ સલવાવ કરવડ જેવા ગામોનો પણ સમાવેશ વાપી મહાનગરપાલિકામાં થવાનો છે. આ જાહેરાત બાદ વાપી નગરપાલિકા ખાતે નગરપાલિકાના ઉપપ્રમુખ અભયભાઈ શાહની આગેવાનીમાં પાલિકાના ચૂંટાયેલા ભાજપના સભ્યો તેમ જ ભાજપ સંગઠનના હોદ્દેદારો અને નગરજનોઍ ફટાકડા ફોડી મીઠાઈ વહેંચી ઉજવણી કરી હતી. ઉપરાંત ગુજરાત સરકારના આ નિર્ણયને આવકાર્યો હતો. જોકે ઘણા વર્ષોથી વાપી નગરપાલિકાને મહાનગરપાલિકા નો દરજ્જો આપવામાં આવે જે માટે વાપી નગરપાલિકાના માજી સભ્ય અને વેપારી અગ્રણી રોહિતભાઈ સોમપુરા તેમજ વાપી શહેર ભાજપ બક્ષીપંચ મોરચાના માજી ઉપપ્રમુખ ગણેશભાઈ ઍમ પટેલ, જી.જી. નાયક તથા અન્ય વર્ષ નાગરિકો દ્વારા ગુજરાત સરકારના વહીવટી વિભાગોમાં પત્ર લખી વાપીને મહાનગરપાલિકા બનાવવા માટેની રજૂઆત કરી રહ્ના હતા તેઓઍ પણ આ નિર્ણયને વધાવ્યો હતા. ઉલ્લેખનીય છે કે વાપી શહેર ભાજપ સંગઠનના પ્રમુખ વિઠ્ઠલભાઈ પટેલ તેમજ અન્ય રજૂઆત કરતાઓ દ્વારા આ અંગે વારંવાર કરાતી હતી તેને ધ્યાને લઈ આજે ગુજરાત રાજ્યના નાણાં ઉર્જા અને પેટ્રોકેમિકલ્સ વિભાગના કેબિનેટ મંત્રી કનુભાઈ દેસાઈઍ વાપીને મહાનગરપાલિકા જાહેર કરી છે વાપી માટે ખૂબ જ યોગ્ય નિર્ણય છે અને હવે વાપી અને તેની આજુબાજુના ગામડાઓનો વિકાસ થશે જોકે અગાઉ વાપી મહાનગરપાલિકા બનાવવા માટે વસ્તીના ધોરણે ચલા, ડુંગરા, નામધા, ચંડોર, બલીઠા, સલવાવ, છીરી છરવાડા, ચણોદ અને વાપી નોટિફાઇડ વિસ્તારને આવરી લઈ બનાવવાની રજૂઆત કરી હતી પરંતુ ૨૦૦૬માં ચલા અને ડુંગરાને પાલિકામાં સમાવેશ કરાયો છે ત્યારબાદ હવે બાકી રહેલા સાત ગામોનો પણ આમાં સમાવેશ કરી મહાનગરપાલિકા બનાવવામાં આવી તેનો વિકાસ થશે.