Vishesh News »

વાપી મહાનગરપાલિકા: કનુભાઈની મોટી ઐતહાસિક ભેટ

વલસાડ જીલ્લાનું ઍ સદ્દભાગ્ય છે કે ભારતીય જનતા પક્ષનું સુકાન જયારથી પારડીના ધારાસભ્ય અને હવે ગાંધીનગરમાં નંબર ૨ નું સ્થાન ધરાવતા નાણાં, ઊર્જા અને પેટ્રોકેમિકલ્સના કેબિનેટકક્ષાના મંત્રી કનુભાઈ દેસાઈઍ સંભાળ્યુ ત્યારથી જીલ્લામાં માત્ર સંગઠન ક્ષેત્રે જ નહીં પરંતુ વહીવટીક્ષેત્રે પણ ખાસ્સી સક્રિયતા વર્તાવા માંડી હતી. ઍમની આગેવાનીમાં જ જીલ્લો કોîગ્રેસ મુકત બન્યો. આ બાબત રાજકીય રીતે ભારતીય જનતા પક્ષ માટે અનુકુળ હોય ઍ સ્વભાવિક છે. પરંતુ જયારે આપણે સામાન્ય સુખાકારી અને જીલ્લાના વિકાસની વાત કરીઍ ત્યારે પણ કનુભાઈ દેસાઈની કામગીરી અને સક્રિયતા પરીણામલક્ષી જણાય આવે ઍમ છે. ઍનું તાજુ ઉદાહરણ આજે જ જાવા મળ્યું. તેમણે ગાંધીનગરમાં નાણાંમંત્રી તરીકે ત્રીજીવાર બજેટ રજુ કર્યુ. તેમણે રજુ કરેલા ૩,૩૪,૪૬૫ કરોડના જંગી અને ઐતિહાસિક બજેટમાં દરેક માટે કંઇને કઈ હતું. પરંતુ વાપી માટે જાઈઍ તો વાપીને જેકપોટ લાગવા જેવું આડ્ઢર્ય નિકળ્યું. તેમણે રાજયની અન્ય ૭ નગરપાલિકાઅોને મહાનગરપાલિકાનો દરજ્જા આપવાનું જાહેર કર્યુ ઍમાં દક્ષિણ ગુજરાતની બે નગરપાલિકાઅોનો સમાવેશ કર્યો. જેમાં સુરતના ટવીનસીટી તરીકે અોળખ પામી ચૂકેલાં નવસારીની નગરપાલિકા અને ગોલ્ડન કોરિડોરનું મહત્વનું ઈન્ડસ્ટ્રીયલ હબ બની ચુકેલા વાપીની નગરપાલિકાનું નામ પણ સામેલ હતું. વાપી, ગ્રામપંચાયતમાંથી નગરપંચાયત અને પછી નગરપાલિકામાંથી હવે મહાનગરપાલિકા બનશે ઍની જાહેરાત આજે થઈ છે પણ પાછલા કેટલાક સમયથી ઍ અંગેની ગતિવિધિઅો અને ધમાધમી પાલિકા વર્તુળોમાં ચાલી જ રહી હતી. અને ઍનું સંચાલન સીધુ કનુભાઈની નિગરાની હેઠળ થઈ રહ્નાં હતું. ઉલ્લેખનીય છે કે આઝાદી પછી ગ્રામપંચાયત તરીકે ચાલતા આવેલા વાપીને ૧૯૯૦માં નગરપાલિકાનો દરજ્જા મળ્યો ત્યારથી આજે ૨૦૨૪માં મહાનગરપાલિકાનો દરજ્જા પ્રા થયો ઍની વચ્ચે દમણગંગા નદીમાં ૩૪ વર્ષના વહેણ વહી ગયા છે. પરંતુ વાપીની આ મજલમાં આઝાદીથી શરુ કરેલીને આજસુધીમાં મહત્વનો પડાવ ગણાય તો ઍ ઈ.સ. ૧૯૬૭માં જીઆઈડીસી વાપીમાં આવી ઍ ગણાય. ઍના પછી જ વાપીઍ ઝડપભેર વિકાસ સાધવાનું શરુ કર્યુ. અને ઍક ઈન્ડસ્ટ્રીયલ હબ તરીકે ઉભરી આવ્યું. ઍની આ સફરમાં વાપીનો દરેક રીતે ઍટલે કે વસ્તીથી લઈને માળખાગત રીતે નોîધપાત્ર વિકાસ થયો. વાપીને ઔદ્યોગિત દૃષ્ટીઍ વિકસિત કરવા માટે જે માળખાકીય અને વહીવટી સવલતો જરુરી ગણાય ઍ માટે વાપીમાં નોટીફાઇડ ઍરિયા જાહેર કરાયો. પાછલા દાયકાઅોમાં તો આ નોટીફાઈડનો પણ ઍટલો વિકાસ થયો કે ઍને ખુદ ઍક સ્વતંત્ર નગરપાલિકાનો દરજ્જા આપવો પડે. પરંતુ રાજકારણ અને જાહેર જીવનના અગ્રણીઅોની નિષ્ક્રિયતાના પગલે છેક ૧૯૭૪માં જ વાપીને તાલુકો આપી શકાય ઍવી સ્થિતિ આવી ગઈ હોવા છતાં ઍને તાલુકો બનાવાયો નહીં અને ઍના માટે લાંબી રાહ જાયા પછી છેક ૨૦૧૨માં આજના વડાપ્રધાન જયારે ગુજરાતના મુખ્યમંત્રી હતાં ત્યારે ખેરગામની સાથે વાપીને પણ તાલુકો જાહેર કરાયો. વાપીના ઈતિહાસમાં આ પણ ઍક મહત્વનો માઈલસ્ટોન હતો. પરંતુ હવે આ વર્ષે નાણાંમંત્રી અને પારડીના ધારાસભ્ય કનુભાઈ દેસાઈઍ પોતાના જ મત વિસ્તારના વાપીને મહાનગરપાલિકા જાહેર કરી ઍક ઐતિહાસિક સીમાચિન્હ ખોડી દીધું છે. વાપી મહાનગરપાલિકા બનતા ઍનો ચહુમુખી વિકાસ સુનિડ્ઢિત બન્યો છે. હવે મહાનગરપાલિકા આવતા અહીં સનદી અધિકારી ઍટલે કે કલેકટરની કક્ષાના મ્યુનિસિપલ કમિશ્નરની નિમણૂક થશે. જે વહીવટી દૃષ્ટીઍ નિર્ણયો લેવા માટે પુરતા સક્ષમ હશે. ઍ જ રીતે હાલમાં જે પાલિકાનું બજેટ અંદાજિત રૂ. ૧૫૦ કરોડનું છે ઍમાં પણ તોતીંગ વધારો આવશે. ટાઉન પ્લાનીંગની પણ નવી આયોજના અમલી બનશે. ઍટલે કે અત્યારે જેમ વાપીને અરાજકનગરનું વિશેષણ લગાડવામાં આવે છે ઍ મહેણાંમાંથી મુકિત મળવાના સંજાગો સર્જાશે. જેમ નવા સુરતમાં આયોજનબધ્ધ વિકાસને સુરતની સૂરત જ બદલાઈ ગઈ છે. તેવુ વાપીમાં પણ થઈ શકે. મહાનગરપાલિકા બન્યા પછી વાપીમાં માળખાગત સુવિધાઅો અને પ્રજાકિય સુવિધાઅો ઉભી કરવા માટે વિશાળ જગ્યા મળી રહેશે ઍટલે વાપીમાં રિવર ફ્રન્ટ, અદ્યતન ઉદ્યાનો, અોડિટોરિયમ, સ્ટેડિયમ, રિક્રીયેશન સેન્ટર, સાયન્સ સેન્ટર જેવી અનેક સવલતો વાપીવાસીઅોને ઉપલબ્ધ કરવી શકાશે. મહાનગરપાલિકા બનાવવા માટે વાપીની આસપાસના ૭ ગામોને પણ ઍના વિસ્તારમાં જાડાશે. જેમાં નામધા, ચંડોર, બલીઠા, સલવાવ, છીરી, છરવાડા, ચણોદ અને નોટીફાઈડનો સમાવેશ થવાની વાત છે. ચલા અને ડુંગરાને તો ઈ.સ. ૨૦૦૬ માં જ પાલિકામાં સમાવી લેવાયા હતાં. વાપી મહાનગરપાલિકા બનશે તેની સાથે વોર્ડોની સંખ્યા પણ બદલાશે. અને ઍમાં વધારો આવશે. તેથી હાલમાં જે જનપ્રતિનિધિઅો ગ્રામપંચાયતોનું વહીવટ સંભાળે છે તે પૈકીના માટે મહાનગરપાલિકાના કોર્પોરેટર થવાની તક ખુલશે અને શકિતશાળી હશે તેને માટે તો મહાનગરપાલિકાના પ્રમુખ સુધીની શકયતાઅો ઉભી થશે. અલબત્ત જે ગામોને મહાનગરપાલિકામાં જાડવામાં આવે છે ત્યારે મોટેભાગે ઍની આસપાસના ગામોના સરપંચોને તેમનું રજવાડું લુંટાઈ જતું હોય ઍવો અહેસાસ થતો હોય છે પણ ઍ માત્ર આપણા ત્યાં જ નહીં દરેક જગ્યાઍ થતો હોય છે. તેથી ઘણીવાર વહીવટી પ્રક્રિયામાં ગ્રામપંચાયતોમાંથી અડચણ ઉભી થતી પણ વર્તાતી હોય છે. પરંતુ આપણે ત્યાં ઍક સારી વાત ઍ છે કે આ પંચાયતો ભાજપ સમર્થિત છે અને કનુભાઈ દેસાઈની ઍના પર સંપૂર્ણ પકડ છે. તેથી આ બધી બાબતો સુનિડ્ઢિત કરીને જ કનુભાઈ દેસાઈઍ વાપીને મહાનગરપાલિકા જાહેર કરવાની પુર્વ તૈયારી કરી હોય ઍ સ્વભાવિક છે. બીજા મુદ્દો વાપી તાલુકા પંચાયતને લગતો છે. હાલ વાપી તાલુકા પંચાયતની ૨૦ બેઠકો છે જે પૈકી વાપી મહાનગરપાલિકામાં સમાવેશ પામનારા ગામોને સમાવતી બેઠકો જાઈઍ તો ઍની સંખ્યા લગભગ અડધી થઈ જાય ઍમ છે ઍટલે વાપી તાલુકાના દરજ્જા બાબતે પુર્નઃવિચારણાની શક્યતા ઉભી થઈ શકે ઍમ કહેવાય છે. જા કે જેમ ઍક સિક્કાની બે બાજુઅો હોય તેમ વાપીને મહાનગરપાલિકાનો દરજ્જા મળતા અન્ય કેટલાક નવા પ્રશ્નો પણ ઉભા થશે. જેમાં કાયદો અને વ્યવસ્થાની જાળવણી, ટ્રાફિક નિયંત્રણ, રસ્તા, પાણી, લાઈટ, સુઍઝ, ઉત્સર્જીત થતાં કચરાના નિકાલની વ્યવસ્થા વગેરેનો સમાવેશ થઈ શકે. ઍ જ રીતે મહાનગરપાલિકામાં નવી નવી ટીપી સ્કીમો ઘડાશે તેમ ઉપલબ્ધ જમીન પર બિલ્ડરોનો ડોળો પણ મંડરાશે. વાપી મહાનગરપાલિકા જાહેર ન થઈ હતી તે પહેલાંથી ઍના અણસારો તો મળવા જ માંડયા હતાં. તેથી વાપીના આઉટસ્કર્ટમાં બિલ્ડરોનો પગપેસારો ઉઘાડી આંખે જાઈ શકાય ઍવો થઈ ચૂકયો છે. જા કે આ તબક્કે તો વાપીના વિકાસ માટે ઍક સિમાચિન્હ અંકિત થયુ છે અને ઍ માટે વાપીને મહાનગરપાલિકાનો દરજ્જા મળે ઍવું સ્વપ્ન જાનારા સ્વ. રાજુ શાહથી લઈને રોહિતભાઈ સોમપુરા, શિરીષભાઇ દેસાઈ, વિઠ્ઠલભાઈ પટેલ, જી.જી. નાયક, ગણેશભાઈ પટેલ, નરેન્દ્રભાઈ પટેલ વગેરેને આ તબક્કે જરુરથી યાદ કરવા જાઈઍ. વાપી જયારે નગરપાલિકામાંથી મહાનગરપાલિકા બન્યું છે ત્યારે સર્વે વાપી વાસીઅોને પોતિકા દૈનિક દમણગંગા ટાઈમ્સના પણ હાર્દિક અભિનંદન. અને ખાસ તો વાપીને આ ગૌરવ પ્રદાન કરનારા આપણા ધારાસભ્ય અને કેબિનેટમંત્રી કનુભાઈ દેસાઈને અનેક અભિનંદન, શુભકામના સાથે આભાર. અને આજે પ્રત્યેક વાપીવાસી ઍક જ વાત કરે છે કે કનુભાઈ દેસાઈ છે ઍટલે આ થયું.