Vishesh News »

બજેટ રજુ કરવામાં કનુભાઈની હેટ્રીકના સાક્ષી થવા વાપીથી અનેક ગાંધીનગર પહોચ્યા હતાં

(દમણગંગા ટાઈમ્સ પ્રતિનિધિ) વાપી, તા. ૦૨ ઃ ગુજરાત રાજ્યના નાણાંમંત્રી કનુભાઈ દેસાઈ સાહેબે આજરોજ ગુજરાત વિધાનસભામાં પોતાનું ત્રીજું બજેટ રજૂ કર્યું હતું. આ પ્રસંગે વાપીથી વાપી ઇન્ડસ્ટ્રીઝ ઍસોસિઍશન, ઉમરગામ ઇન્ડસ્ટ્રીઝ ઍસોસિયેશન, સરીગામ ઇન્ડસ્ટ્રીઝ ઍસોસિઍશન તેમજ ભારતીય જનતા પાર્ટી વાપી અને પારડી વિધાન સભા ના સંગઠનના સભ્યો અને કાર્યકર્તા મિત્રો. ઉપસ્થિત રહ્ના હતા ગુજરાત સરકારના નાણાંમંત્રી અને કનુભાઈ દેસાઈ દ્વારા આજરોજ ત્રીજીવાર વિધાનસભામાં બજેટ રજૂ કરવામાં આવ્યું હતું. તે પ્રસંગે વાપી તથા આસપાસના વિસ્તારના ઉદ્યોગપતિ મિત્રો અને અગ્રણી ઍ ઍમને શુભેચ્છાઓ પાઠવી હતી અને અભિનંદન આપ્યા હતા. આ પ્રસંગે ભારતીય જનતા પાર્ટી વાપી શહેરના પ્રમુખ અને વાપી ઇન્ડસ્ટ્રીઝ ઍસોસિઍશનના અધ્યક્ષ સતિષભાઈ પટેલ, ભારતીય જનતા પાર્ટી વલસાડ જિલ્લા મહામંત્રી મહેન્દ્રભાઈ ચૌધરી, વલસાડના ધારાસભ્ય ભરતભાઈ પટેલ, વીઆઇઍના ઍડવાઈઝરી બોર્ડના સભ્ય યોગેશભાઈ કાબરીયા, વાપીના અગ્રણી મિલનભાઈ દેસાઈ, ઉદ્યોગપતિ અગ્રણી સિરિશ દેસાઈ, ઈશ્વરભાઈ બારી તેમજ વાપી શહેર સંગઠનના મહામંત્રી વિરાજભાઈ દક્ષિણી, સાઉથ ઝોનના આઇટીના ઇન્ચાર્જ પારસભાઈ દેસાઈ, વાપી નગરપાલિકાના કારોબારી સમિતિના ચેરમેન મિતેશભાઇ દેસાઈ, વાપી તાલુકા સંગઠન અધ્યક્ષ શ્રી સુરેશભાઈ પટેલ સાથે હેમલભાઈ શાહ, વિપુલભાઈ રાજપુત, વસંતભાઈ પરમાર, દેવેન્દ્રભાઈ પટેલ સહિત અગ્રણી કાર્યકર્તા મિત્રો ઉપસ્થિત રહ્ના હતા સાથે તમામ સભ્યોઍ વિધાનસભા ગૃહમાં બજેટ નિહાળ્યું હતું.