Vishesh News »

બજેટમાં વલસાડ, નવસારી, ડાંગ જીલ્લા માટે શું ?

(દમણગંગા ટાઈમ્સ પ્રતિનિધિ) વાપી, તા. ૦૨ ઃ આજે રાજયના નાણાંમંત્રી કનુભાઈ દેસાઈઍ રજુ કરેલા બજેટમાં વલસાડ, નવસારી અને ડાંગ જીલ્લા માટે પણ કેટલીક મહત્વની જાહેરાતો જાવા મળી છે. તેમણે રજુ કરેલા બજેટમાં વિવિધ ક્ષેત્રો ઍટલે કે આરોગ્ય શિક્ષણ, જાહેર બાંધકામ કે જાહેર સુવિધા, અન્ય વિશેષ યોજનાઅો, આદિજાતિ વિસ્તારને લગતી જાગવાઈઅો, વન પર્યાવરણ, ઉદ્યોગ વગેરે ક્ષેત્રોમાં કરેલી જાહેરાતોના લાભો તો સમગ્ર વિસ્તારના નાગરિકોને મળશે. પરંતુ આ બજેટમાં જે ધ્યાન ખેîચી ઍવી કેટલીક બાબતો જાવા મળી છે તે ઍ કે નાણાંમંત્રી કનુભાઈ દેસાઈઍ વાપીને મહાનગરપાલિકાનો દરજ્જા આપવાનું જાહેર કર્યુ. ઍ ઉપરાંત વલસાડ જીલ્લાના ધરમપુર તાલુકાના ૨૩ ગામોનો સમાવેશ કરતી દમણગંગા બલ્ક પાઈપલાઈન આધારિત ધરમપુર જુથ પાણી પુરવઠા યોજના- પેકેજ ૨ માટે અંદાજિત રૂ. ૧૦૭ કરોડની જાગવાઈ જાહેર કરી છે. તો કપરાડા તાલુકાના મથક કપરાડા ખાતે નવી મામલતદાર કચેરીનું નિર્માણ કરવામાં આવશે ઍમ પણ જાહેર કર્યુ છે. નવસારી જીલ્લાની વાત કરીઍ તો નવસારી પાલિકાને પણ મહાનગરપાલિકા જાહેર કરી છે. તો સાથે પ્રગતિ હેઠળની ૧૧૦ કરોડની વિરાવળ-કસ્બાપાર ખાતેની પુર્ણા ટાઈડલ રેગ્યુલેટર યોજના માટે ૪૬ કરોડની જાગવાઈ કરી છે. ઍ જ રીતે પ્રગતિ હેઠળની નવસારી જીલ્લાની ૨૫૦ કરોડની ગણદેવી તાલુકામાંની વાઘરેચ ટાઈડલ રેગ્યુલેટર યોજના માટે ૪૫ કરોડની જાગવાઈ કરી છે. જયારે ત્રણેય જીલ્લાને સ્પર્શે ઍ રીતે દક્ષિણ ગુજરાતની પુર્ણા, અંબિકા, કાવેરી, પાર, નાર, તાન, દમણગંગા વગેરે નદીઅો પર મોટા ચેકડેમો, બેરેજા કે વિયરોના બાંધકામ માટે રૂ. ૧૩૦ કરોડની જાગવાઈ કરી છે. જેનાથી આ વિસ્તારમાં લોકોને પીવાના અને સિંચાઈના પાણીની સવલતો ઉપલબ્ધ થશે. ડાંગ જીલ્લાની વાત કરીઍ તો ડાંગમાં ૨૭૬ ગામો તથા ૩ તાલુકાઅોને આવરી લેતી ડાંગ જીલ્લાની જુથ પાણી પુરવઠા યોજના માટે તોતીંગ રૂ. ૮૬૬ કરોડની યોજના હાથ ધરવાનું આયોજન જાહેર કર્યુ છે. વનાચ્છાદિત વાંસદા-ડાંગ વિસ્તારમાં પર્યાવરણ અને ટુરીઝમને પ્રોત્સાહન આપે ઍ રીતે વાંસદામાં જંગલ સફારી બનાવવાનું પણ આયોજન હોવાનું જણાવી ઍ માટે જાગવાઈ કરવામાં આવી છે.