Vishesh News »

વાપી, સુરત જેવું વિકાસશીલ બનશે ઃ અભય શાહ

ગુજરાત રાજ્યના મુખ્યમંત્રીની ઉપસ્થિતિમાં વિધાનસભામાં નાણામંત્રી કનુભાઈ દેસાઈ દ્વારા ગુજરાત રાજ્યનું આજ સુધીનું સૌથી મોટું અને પેપરલેસ બજેટ રજૂ કરવામાં આવ્યું આ બજેટમાં વાપીને મહાનગરપાલિકા બનાવવાની જાહેરાત કરાઈ તે વાપી માટે અતિ આનંદની વાત છે. જેનાથી વાપીનો વિકાસ પ્રથમ ચરણમાં ખૂબ જ થશે અને આગામી પાંચ વર્ષમાં વાપી બીજું સુરત જેવું વિકાસશીલ વિસ્તાર બનશે તે બદલ વાપી અને તેની આજુબાજુના ગામડાઓમાં પણ માળખાકીય સુવિધાઓ આપવામાં આવશે જેને કારણે ગામડાઓનો પણ વિકાસ થશે ઍમ આજે બજેટ બાદ વાપી નગરપાલિકાના ઉપપ્રમુખ અભય શાહે જણાવ્યું હતું.