Vishesh News »

છીરીમાં પરિણીતાના આત્મહત્યા કેસમાં સસરાની જામીન નામંજુર

(દમણગંગા ટાઇમ્સ પ્રતિનિધિ) વાપી, તા.૨ઃ વાપી નજીકના છીરી ગામે રહેતા ઍક પરિવારની પરિણીતાના લગ્નના ૭ માસ જ પરિણીતાના પરિવાર પાસેથી રોકડા રૂપિયા ૫ લાખ દહેજની માંગણી સાસરિયા પક્ષના સભ્યોઍ કરી હતી. પરિણીતાના પિયરના પક્ષના સભ્યોઍ ઓછા રૂપિયા મોકલાવતા પરિણીતાને સાસરિયાના સભ્યો પરિણીતાને શારીરિક માનસિક ત્રાસ ગુજરાત પરિણીતા ઍપાર્ટમેન્ટના ૪થા માળની બાલ્કનીમાંથી મોતની છલાંગ લગાવી હતી અને પરિણીતાને થયેલી ગંભીર ઇજાઓને લઈને મોત નીપજ્યું હતું. જે કેસના આરોપી પૈકીના સસરાઍ વાપીની ઍડિશનલ સેશન્સ કોર્ટમાં જેલમાંથી મુક્ત થવા જામીન અરજી રજૂ કરી હતી. જેને ઍડિશનલ સેશન્સ કોર્ટના જજ ઍમ.પી. પુરોહિતે આરોપીના જામીન અરજી નામંજૂર કરતો હુકમ કર્યો હતો. વાપીના છીરીગામે રહેતી પરિણીતા શબીનાના લગ્ન બાદ તેના પતિ અને સાસુ-સસરા સહિત સાસરિયા પક્ષના સભ્યોઍ પરિણીતાના પિયર પક્ષ પાસેથી રૂ. ૫ લાખની દહેજની માંગણી કરી હતી. સાસરિયા પક્ષની દહેજની માંગણી ન સંતોષાતા પરિણીતા ઉપર સાસરિયા પક્ષના સભ્યોઍ શારીરિક માનસિક ત્રાસ ગુજારતા રહેતા હતા. જેનાથી કંટાળીને પરિણીતાઍ તેમના ફલેટની બાલ્કનીમાંથી પડતું મૂકી આપઘાત કર્યો હતો. જે અંગે મરનાર શબીનાની બહેને શબીનાના સાસરિયા પક્ષના સભ્યો સામે દહેજધાર હેઠળ વાપીના ડુંગરા પોલીસ મથકે ફરિયાદ નોંધાવી હતી. તે કેસમાં સંડોવાયેલા પરિણીતાના સસરા હમીદઉલ્લાહ ઇલ્ફાકહુસેન ખાને જેલમાંથી મુક્ત થવા વાપીની ઍડિશનલ સેશન્સ કોર્ટમાં જામીન અરજી રજૂ કરી હતી. જે અરજી ઉપર ઝ઼ઞ્ભ્ અનિલ ત્રિપાઠીની દલીલોને ગ્રાહ્ના રાખીને વાપીની ઍડિશનલ સેશન કોર્ટના જજ ઍમપી પુરોહિતે નામંજૂર કરવાનો હુકમ કર્યો છે.