Vishesh News »

વાપીના ચલામાં નવચંડી યજ્ઞની પૂર્ણાહુતી

(દમણગંગા ટાઇમ્સ પ્રતિનિધિ) વાપી, તા.૨ઃ વાપીના ચલામાં રોયલ લાઈફ સ્ટાઈલ સ્થિત શિવ મંદિરના પ્રાંગણમાં શુક્રવારે આયોજિત નવચંડી યજ્ઞના સમાપન પ્રસંગે આશીર્વચન આપતાં સદગુરુ ધામ બરૂમાલના વડા સ્વામી વિદ્યાનંદ સરસ્વતીઍ આ વાત કહી હતી. નવચંડી યજ્ઞના સંગઠન પર પ્રકાશ ફેંકતા તેમણે કહ્નાં કે, માતાને તેના બાળક પ્રત્યે પિતા કરતાં વધુ સ્નેહ હોય છે, તેથી માતા નવચંડી વિધિથી પ્રસન્ન થાય છે અને જલ્દી આશીર્વાદ આપે છે. તેમણે કહ્નાં કે જીવનમાં પરમાનંદની પ્રા ભગવાનની ભક્તિ અને સેવા દ્વારા જ શક્ય છે. નવચંડી યજ્ઞનો પ્રારંભ સવારે ૮ કલાકે વૈદિક મંત્રોચ્ચાર સાથે મા દુર્ગાની આરાધના સાથે થયો હતો.જેમાં આચાર્ય સૂર્યપ્રકાશ શાસ્ત્રી અને સદગુરુધામના વેદ વિદ્વાનો દ્વારા મંત્રોના જાપ વચ્ચે મહેમાનો દ્વારા પ્રસાદ અર્પણ કરીને યજ્ઞની પૂર્ણાહુતિ કરવામાં આવી હતી. આ પ્રસંગે મોટી સંખ્યામાં ભક્તો ઉપસ્થિત રહ્ના હતા અને યજ્ઞ, પ્રવચન અને મહાપ્રસાદનો લાભ લીધો હતો.