Vishesh News »

સલવાવ ગ્રામ પંચાયત દ્વારા બે દિવસીય ટેનીસ ક્રિકેટ ટુર્નામેન્ટ યોજાઇ

(દમણગંગા ટાઇમ્સ પ્રતિનિધિ) વાપી, તા.૨ઃ સલવાવ ગ્રામ પંચાયત દ્વારા બે દિવસીય ટેનીસ ક્રિકેટ ટુર્નામેન્ટનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં ગામના દરેક ફળિયા ૨૦ જેટલી ટીમોઍ ભાગ લીધો હતો અંતે ફાઇનલમાં જય માં મોગલ ઇલેવન વિજેતા થતા રોકડ તથા ટ્રોફી ઍનાયત કરાઈ હતી. પ્રા વિગત મુજબ વાપી તાલુકાના સલવાવ ગ્રામ પંચાયત દ્વારા તા. ૨૬-૧-૨૦૨૪ અને તા. ૨૮-૧-૨૦૨૪ના રોજ ગ્રામ પંચાયત ક્રિકેટ ટુર્નામેન્ટનું આયોજન કરવામાં આવ્યું હતું જે સલવાવ દેસાઈવાડ ક્રિકેટ ગ્રાઉન્ડ ઉપર રમાઈ હતી જેમાં આઠ જેટલી ટીમોઍ ભાગ લીધો હતો જે જ્ઞ્ષ્ટશ્ર સિસ્ટમ દ્વારા રમાતા અંતે ફાઇનલમાં જય માં મોગલ ઇલેવન અને જય શ્રી શનિદેવ ઇલેવન ટીમ વચ્ચે ફાઈનલ મુકાબલો રમાયો હતો જેમાં મોગલ ઇલેવન વિજેતા થઈ હતી ફાઇનલ વિજેતા ટીમને ૨૧ હજાર રૂપિયા રોકડા તથા રનર્સ અપ ટીમને ૧૧૦૦૦ રોકડા તથા ટ્રોફી સલવાવ ગ્રામ પંચાયત દ્વારા આપવામાં આવી હતી આ ટુર્નામેન્ટની દરેક મેચ દરમિયાન ટુર્નામેન્ટના કમિટી સભ્ય સ્નેહલ પટેલ, પ્રિતેશ ભંડારી, જય પટેલ, સતીશ પટેલ, જીતેશ પટેલ, બ્રિજેશ પટેલ, ધવલ પટેલ, કૌશિક ભંડારી તેમજ ટીમ મેમ્બરો ઉપસ્થિત રહ્ના હતા. જ્યારે ગામના અગ્રણીઓ પણ ઉપસ્થિત રહી ખેલાડીઓને પ્રોત્સાહિત કરવામાં આવ્યા હતા. આ ટુર્નામેન્ટ દરમિયાન ગ્રામ પંચાયતના સરપંચ સંજયભાઈ પટેલ, ઉપસરપંચ તેમજ અગ્રણી શૈલેષભાઈ ભંડારી, લક્ષ્મણભાઈ હેમંતભાઈ ભટ્ટ, મુકેશભાઈ દેસાઈ ઉપસ્થિત રહી ખેલાડીઓને પ્રોત્સાહિત કર્યા હતા.